જામનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર જિલ્લાના ધ્રોલમાં બ્યુટીપાર્લર ચલાવતી પત્નીના પાર્લર પર જઈને પતિએ હંગામો મચાવીને યુવતીની માતાએ કરેલી ફરિયાદમાં સમાધાન કરી લેવાનું કહીને ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, ધ્રોલની રાધે પાર્ક સોસાયટીમાં રહેતા અને મોચી બજારમાં બ્યુટી પાર્લર નામની દુકાન ચલાવતા અમરીનબેન મોહસીનભાઈ ગાદ (ઉ.વ.32) નામની મહિલા માતાના ઘરે રહેતી હતી અને અગાઉ ઝગડામાં મહિલાની માતાએ જમાઈ મોહસીન ચાવી ધમકી આપી બાદ સામે ફરિયાદ નોંધાવી હતી.
જે બાબતનો ખાર રાખીને ગત તા.27ના બપોરના સમયે પતિ મોહસીન કાસમભાઈ પત્ની અમરીનબેનના બ્યુટીપાર્લરની દુકાને પહોંચ્યો હતો. ત્યાં જઈને હંગામો મચાવીને અપશબદો બોલીને અગાઉ કરેલી ફરિયાદમાં સમાધાન નહી કરો તો હાથ-પગ ભાંગી નાંખવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી અને ફોન ઉપર મહિલાના ભાઈને પણ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT