જામનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના કાલાવડ શહેર મેઇન બજારમાં આવેલ મંગલમ જવેલર્સમાં ગઇ તા.28/07/2025 ના બપોરના આશરે પોણા બારેક વાગ્યાના અરસામાં સોનાના દાગીની ચોરી થઈ હતી. કાલાવડમાં સોની વેપારીની નજર ચૂકવી મહિલા સહિતના શખ્સો રૂ.5.93 લાખના દાગીના ચોરી ગયા હતા.
આંખના પલકારામાં લાખોના દાગીનાની ચોરી થઈ હતી. ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા સોની વેપારીની નજર ચૂકવી ટેબલ પર રાખેલ દાગીના ભરેલ ડબ્બો સેરવી ગઇ હતી. જેમાં રૂ.37,000ની કિંમતની એક લક્કી, સોનાનો પારો, દાણો, એક નંગ બુટ્ટી ઉપરાંત, 23 નંગ ઓમકાર મળી 79.300 ગ્રામ સોનાના દાગીના તથા મોબાઈલ સહિત અંદાજે રૂ.5.93 લાખની ચોરી થઈ હતી.
જે મામલે કાલાવડ પોલીસમાં ભારતીય ન્યાય સંહિતા-2023 ની કલમ 303 (2),305 (એ),54 મુજબનો ગુનો દાખલ થયો હતો. આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતી. જેની તપાસ બાદ આરોપી કિશનભાઇ ભુપતભાઇ સોલંકી (રહે. સંતકબીર રોડ આંબાવાડી કવાર્ટર બી-403 રાજકોટ) અને પુજાબેન કિશનભાઇ સોલંકી (રહે. સંત કબીર રોડ આંબાવાડી કવાર્ટર બી-403 રાજકોટ) ને પકડી પાડ્યા છે આ મામલે કિરણબેન ભુપતભાઈ સોલંકી (રહે. સંતકબીર રોડ આંબાવાડી કવાર્ટર બી-403 રાજકોટ) ની સંડોવણી સામે આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT