જૂનાગઢ જિલ્લા કક્ષાનો પી.એમ. કિસાન ઉત્સવ દિવસકાર્યક્રમ એપીએમસી ખાતે તા.૨ ઓગસ્ટના યોજાશે
જુનાગઢ 1 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કક્ષાનો પી.એમ. કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ એપીએમસી ખાતે તા.૨ ઓગસ્ટના રોજ સવારે ૯-૩૦ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના વારાણસીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે અને પી.એમ. કિસાન સન
જૂનાગઢ જિલ્લા કક્ષાનો પી.એમ. કિસાન ઉત્સવ દિવસકાર્યક્રમ એપીએમસી ખાતે તા.૨ ઓગસ્ટના યોજાશે


જુનાગઢ 1 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ જિલ્લા કક્ષાનો પી.એમ. કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ એપીએમસી ખાતે તા.૨ ઓગસ્ટના રોજ સવારે ૯-૩૦ કલાકે યોજાશે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉત્તરપ્રદેશના વારાણસીથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાશે અને પી.એમ. કિસાન સન્માન યોજના હેઠળની સહાય રુ.૨૦૦૦ ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

જૂનાગઢ જિલ્લા કક્ષાનો પીએમ કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુંમરના અધ્યક્ષ સ્થાને યોજાશે.આ કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા, જૂનાગઢ મહાનગરપાલિકા મેયર ધર્મેશ પોશિયા, ધારાસભ્ય દેવા માલમ, ધારાસભ્ય અરવિંદ લાડાણી, ધારાસભ્ય સંજય કોરડીયા, ધારાસભ્ય ભગવાનજ કરગઠિયા, ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સહભાગી બનશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande