જૂનાગઢ જિલ્લામાં તા.૧ થી ૮ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહ ની ઉજવણી થશે
જૂનાગઢ 1 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સક્ષમ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમા
જૂનાગઢ જિલ્લામાં તા.૧ થી ૮ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ સપ્તાહ ની ઉજવણી થશે


જૂનાગઢ 1 ઓગસ્ટ (હિ.સ.) રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક, શારીરિક રીતે સક્ષમ બને તે માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે. મહિલાઓના સર્વાંગી વિકાસના મહત્વના પરિબળો જેવા કે સુરક્ષા, સ્વાવલંબન કલ્યાણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રમાં મહિલાઓ સક્ષમ થાય તે હેતુસર મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા તા. ૧ થી ૮ ઓગસ્ટ ૨૦૨૫ દરમિયાન નારી વંદન સપ્તાહની ઉજવણી થનાર છે.

જે અન્વયે જૂનાગઢ જિલ્લામાં તા. ૧ થી ૮ ઓગસ્ટ દરમિયાન મહિલા સુરક્ષા દિવસ,બેટી બચાવો બેટી પઢાવો દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ,મહિલા કલ્યાણ દિવસ અને મહિલા બાળ આરોગ્ય દિવસની ઉજવણી થનાર છે.આ સપ્તાહ દરમિયાન મહિલાઓને સુરક્ષા સંબંધિત વિવિધ કાયદાઓ, મહિલાલક્ષી યોજનાઓની માહિતીનો પ્રચાર પ્રસાર કરવામાં આવશે.

તેમજ કિશોરીઓ તથા સગર્ભાઓ મહિલાના હિમોગ્લોબિનની તપાસ તેમજ આરોગ્યલક્ષી જાણકારી આપવામાં આવશે.તથા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારના વિવિધ વિભાગો, યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે એમ જિલ્લા મહિલા બાળ અધિકારીની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande