જવાહરલાલ નેહરુ હોકી ટુર્નામેન્ટ સ્પર્ધા – ૨૦૨૫માં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ તા. ૧૦ ઓગસ્ટ સુઘીમાં અરજી કરવી
જૂનાગઢ 1 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓ માટે જુદી-જુદી યોજના તેમજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૪૨મી નેહરુ સબ-જુનિયર (અં.૧૫ ભાઈઓ) હોકી ટુર્નામેન્ટ, ૩૧મી નેહરુ ગલ્સ (અં.૧૭ બહેનો) હોકી ટુર્નામેન્ટ અને ૫૩મ
જવાહરલાલ નેહરુ હોકી ટુર્નામેન્ટ સ્પર્ધા – ૨૦૨૫માં ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓએ તા. ૧૦ ઓગસ્ટ સુઘીમાં અરજી કરવી


જૂનાગઢ 1 ઓગસ્ટ (હિ.સ.) જૂનાગઢ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા ખેલાડીઓ માટે જુદી-જુદી યોજના તેમજ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ચાલુ વર્ષે ૪૨મી નેહરુ સબ-જુનિયર (અં.૧૫ ભાઈઓ) હોકી ટુર્નામેન્ટ, ૩૧મી નેહરુ ગલ્સ (અં.૧૭ બહેનો) હોકી ટુર્નામેન્ટ અને ૫૩મી નેહરુ જુનિયર (અં.૧૭ ભાઈઓ) હોકી ટુર્નામેન્ટ સ્પર્ધાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ દરેક જિલ્લામાં જવાહરલાલ નેહરુ હોકી ટુર્નામેન્ટ સ્પર્ધા – ૨૦૨૫નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા માટે વયજૂથ મુજબ શાળા અને સંસ્થાના ભાગ લેવા ઇચ્છતા ખેલાડીઓની હોકી ટીમની વિગત નિયત નમુના સાથે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ, ગાંધીગ્રામ ખાતે તા. ૧૦/૦૮/૨૦૨૫ સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે. એક શાળામાંથી એક વયજૂથમાં એક જ એન્ટ્રી સ્વીકારવામાં આવશે. તેમ જિલ્લા રમત ગમત અધિકારી જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર જૂનાગઢ દ્વારા અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande