જૂનાગઢ 1 ઓગસ્ટ (હિ.સ.) હાલના સમયમાં ચોમાસાની ઋતુમાં બ્લડ ડોનેશન કેમ્પ તથા સ્વૈચ્છિક રક્તદાનમાં ઘટાડો નોંધાયો હોવાથી જીએમઇઆરએસ જનરલ હોસ્પિટલ જૂનાગઢ ના બ્લડ સેન્ટર ખાતે લોહીની અછત વર્તાય છે.
બ્લડ સેન્ટર દ્વારા હોસ્પિટલ ખાતે આવતા જરૂરિયાતમંદ દર્દીઓને દર મહિને અંદાજિત ૮૦૦-૯૦૦ બ્લડ બેગ્સ/ઘટકો ઇસ્યુ આપવામાં આવે છે. આથી હોસ્પિટલના દર્દીઓ તથા થેલેસેમિયા ગ્રસ્ત બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓને જરૂરિયાત મુજબનું લોહી મેળવવામાં મુશ્કેલી અનુભવાતી હોય જૂનાગઢ જિલ્લાના નાગરિકો તથા એનજીઓ સંસ્થાઓને અપીલ કરવામાં આવે છે કે, વધુમાં વધુ પ્રમાણમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવા અને જે સ્થળ પર રક્તદાન કેમ્પ ચાલુ હોય ત્યાં સ્વૈચ્છિક રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવા, જૂનાગઢ સિવિલ હોસ્પિટલ તબીબી અધિક્ષક દ્વારા અપીલ કરવામાં આવી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ