અંજાર અને ગાંધીધામના 'આપ'ના નેતાઓ સહિત કેટલાક કોંગ્રેસમાં જોડાયા
ભુજ - કચ્છ, 1 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે રાજકીય કારભાર સંભાળી લીધા બાદ કોંગ્રેસમાં જોમ પૂરવાનું પણ શરૂ કર્યું છે. ગુજરાતમાં સામાન્ય રીતે બે મુખ્ય પક્ષો વચ્ચે જંગ રહેતો આવ્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ સ્પર્
આપના નેતાઓ કોંગ્રેસમાં જોડાયા


ભુજ - કચ્છ, 1 ઓગસ્ટ (હિ.સ.) : ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખે રાજકીય કારભાર સંભાળી લીધા બાદ કોંગ્રેસમાં જોમ પૂરવાનું પણ શરૂ કર્યું છે. ગુજરાતમાં સામાન્ય રીતે બે મુખ્ય પક્ષો વચ્ચે જંગ રહેતો આવ્યો છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પણ સ્પર્ધામાં રહે છે. તેના નેતાઓએ હવે ઝાડુ છોડીને હાથ પકડ્યો છે.

આ નેતાઓએ હાથ પકડ્યો

અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય મધ્યે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના હસ્તે આમ આદમી પાર્ટીના પ્રદેશ ના નેતાઓ કોંગ્રેસ પાર્ટી માં જોડાયા હતા. જેમાં આમ આદમી પાર્ટી ગુજરાત અને 2022 ગુજરાત વિધાનસભા ની ગાંધીધામ સીટ ઉપર ચૂંટણી લડી ચૂકેલા બી ટી મહેશ્વરી - પૂર્વ પ્રદેશ જોઇન્ટ સેક્રેટરી ઉપરાંત અંજાર વિધાનસભા ચૂંટણી લડી ચૂકેલા અને માલધારી મોરચાના પ્રદેશ ઉપપ્રમુખ ભરત મયાત્રા પૂર્વ પ્રદેશ મહામંત્રી બક્ષીપંચ મોરચાનો સમાવેશ થાય છે. અન્યોમાં અરજણ ચનાભાઈ રબારી, નિદાત રાઠોડ, અખમસિંહ ચોહાણનો સમાવેશ થાય છે.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande