ભુજ - કચ્છ, 1 ઓગસ્ટ (હિ.સ.) કચ્છ હોય કે ગુજરાત, ગરબાનું નામ પડે એટલે પગ થિરકવા માંડે. આગામી નવરાત્રિ દરમિયાન યોજાતા વિવિધ ગરબાઓમાં ભાગ લઇને અગ્રક્રમ મેળવીને ખેલૈયા સાબિત કરનારા ગરબા રસિકોએ તૈયારી શરૂ કરી દીધી છે. ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં અખિલ સૌરાષ્ટ્ર કચ્છ રઘુવીર સેના તથા ભુજ લોહાણા યુવા મંડળ દ્વારા આયોજિત નવરાત્ર - 2025ને અનુલક્ષીને લોહાણા સમાજ માટે નિઃશુલ્ક ગરબા ક્લાસનો ભુજ લોહાણા સમાજના પ્રમુખ ડો. મુકેશભાઈ ચંદે સહિતના મહાનુભાવોના હસ્તે આરંભ કરાયો હતો.
લોહાણા સમાજના લોકો ઉત્સાહભેર જોડાશે
આ ગરબા ક્લાસમાં 1300થી વધુ જ્ઞાતિજનો એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ ગરબા ક્લાસ નવરાત્રી સુધી ચાલશે. લોહાણા સમાજના લોકો આ ગરબા ક્લાસમાં ઉત્સાહભેર જોડાઈ રહ્યા છે. જતીન યાદવ તથા તેમની ટીમ દ્વારા સૌ લોકોને ગરબા શિખવાડવામાં આવી રહ્યા છે. આ ગરબા ક્લાસના પ્રોજેક્ટ ચેરમેન નિખિલ ઠક્કર તથા માહિર કોટક એ વ્યવસ્થાની જવાબદારીઓ સંભાળી છે.
આ મહાનુભાવો પણ પ્રોત્સાહન આપવા સામેલ થયા
અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપના પ્રમુખ જયેશભાઈ સચદે, હરેશભાઈ કતિરા, શશીકાંતભાઈ રૂપારેલ, અવનિશભાઈ ઠક્કર, મહિલાશ્રમ પ્રમુખ હર્ષદભાઈ ઠક્કર, યુવા મંડળ પ્રમુખ નિલભાઈ સચદે, મહિલા મંડળ પ્રમુખ શ્રીમતી મમતાબેન ઠકકર વગેરે જોડાયા હતા.
ગરબા ક્લાસ માટે પણ દાતાઓની દિલેરી
આ ગરબા ક્લાસમાં મુખ્યદાતા તરીકે મુકેશભાઈ મહેન્દ્રભાઈ ઠક્કર (વિધિ કોર્પોરેશન મુંબઈ - મુલુંડ) તેમજ સહયોગી દાતા તરીકે ડૉ. મુકેશભાઈ ચંદે, સુરેશભાઈ ઠક્કર, ચેતનભાઈ બારૂ, તુષારભાઈ આઇયા, નિતિનભાઈ સોમૈયા, મયુરભાઈ ઠક્કર, નિશાંકભાઈ ઠક્કર, અમિતભાઈ ચંદે, ભાવેશભાઈ સોમૈયા, નરેનભાઈ મીરાણી, ધાર્મિક જોબનપુત્રા, ડિંકેશભાઈ ઠક્કર, નિમેષભાઈ ઠક્કર વગેરેએ સહયોગ આપ્યો છે. આયોજન ને સફળ બનાવવા રઘુવીર સેના પ્રમુખ મયંકભાઈ રૂપારેલ, મિતભાઈ ઠક્કર સહિતની ટીમે જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન જીતેનભાઈ ઠક્કરે કર્યું હતું.
હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA