પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)માધવપુર પોલીસ મથકમાં થોડા દિવસ પહેલા છકડો રિક્ષામાં પાણીનો વેપાર કરતા હસમુખ ભીખુભાઈ વાજાએ, હસન લુચાની અને આમદ લુચાની નામના બે શખ્સોએ લોખંડના પાઈપ અને લાકડી વડે પગ અને હાથના ભાગે ભારે ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. બંને આરોપીઓ ઘટનાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયા હતા. પોલીસે ફરિયાદ દાખલ થયા બાદ બંને આરોપીઓને ગણતરીના દિવસોમાં પકડી કાયદાનું ભાન કરાવતા બંને આરોપીઓનો વરઘોડો કાઢી સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું. આ કામગીરી માધવપુર પી.આઈ. ઠાકરિયા, પી.એસ.આઈ. ચુડાસમા, કોન્સ. અશોકભાઈ ચુડાસમા, અનિલભાઈ, નિલેશભાઈ ડોડીયા, રામભાઈ દેવાભાઈ, કરણભાઈ સુત્રેજા તેમજ હરદાસભાઈ મોઢવાડીયા જોડાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya