વડોદરા મંડળ ખાતે મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન
વડોદરા , 1 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકારસમિતિ(DRUCC)ની દ્વિતીય બેઠકનું આયોજન મંડળ રેલવે મેનેજર કચેરી,વડોદરામાં કરવામાં આવ્યું. બેઠકની શરૂઆતમાં,સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, નરેન્દ્ર કુમારે
વડોદરા મંડળ ખાતે મંડળ રેલ ઉપભોક્તા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન


વડોદરા , 1 ઓગસ્ટ (હિ.સ.) પશ્ચિમ રેલવેના વડોદરા મંડળ પર મંડળ રેલ ઉપભોક્તા સલાહકારસમિતિ(DRUCC)ની દ્વિતીય બેઠકનું આયોજન મંડળ રેલવે મેનેજર કચેરી,વડોદરામાં કરવામાં આવ્યું. બેઠકની શરૂઆતમાં,સમિતિના સચિવ અને સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર, નરેન્દ્ર કુમારે તમામ સભ્યોનું સ્વાગત કર્યું. આ પ્રસંગે,ઉપસ્થિત સભ્યોમાં થી ક્ષેત્રીય સલાહકાર સમિતિ (ZRUCC)ના માટે પાર્થિવ કુમાર ગણાત્રાને સર્વસંમતિથી પસંદ કરવામાં આવ્યા હતા જે ચેમ્બર્સ ઓફ કોમર્સ,વડોદરા તરફથી નામાંકિત છે. ડીઆરએમ શ્રી રાજુ ભડકેએ નવાZRUCC સભ્ય તરીકે પસંદગી થવા બદલ શ્રી ગણાત્રા ને આ અવસર પાર અભિનંદન પાઠવ્યા હતા. આ પછી સમિતિના અધ્યક્ષ અને વડોદરા મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકે દ્વારા સંક્ષિપ્ત પ્રેઝન્ટેશન ના માધ્યમથી તમામ સભ્યોને મંડળની પ્રવૃત્તિઓ અને વિકાસ કાર્યોથી વાકેફ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન સમિતિના સભ્યો દ્વારા પોત પોતાના વિસ્તારોની રેલવે સમસ્યાઓ,ટ્રેનોના સ્ટોપેજ,વિસ્તાર,નવી પરિયોજનાઓ ને વહેલા પૂર્ણ કરવા અને મંડળના સ્ટેશનો પર વધુ સારી સુવિધાઓ મુસાફરોને પૂરી પાડવા અંગે પોતાના સૂચનો આપ્યા. મંડળ રેલ પ્રબંધક શ્રી રાજુ ભડકેએ તમામ સભ્યોના સૂચનો પર તાત્કાલિક અને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી અને કહ્યું હતું કે મુસાફરોની સુવિધાઓનો વિકાસ વડોદરા મંડળની ટોચની પ્રાથમિકતા છે અને આ માટે શક્ય તેટલા બધા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

આ બેઠકમાં માનનીય સભ્યોમાં સર્વ નિપમ રજનીકાંત દેસાઈ, ભરત આર ગુપ્તા, નિલેશકુમાર આઈ પટેલ, ઈશ્વર પી સજ્જન, દિલીપ વી કોઠારી, વંદનકુમાર બી પંડ્યા, ઓમકારનાથ તિવારી, એમ. હબીબ લોખંડવાલા, ઈન્દ્રવદન એસ જોશી,ડૉ. પારુલ પટેલ, કેવલ એન શાહ, વ્યાસ મિત્તલભાઈ કૌશલભાઈ, અતુલકુમાર એમ બ્રહ્મભટ્ટ, શનિલ વી પટેલ, રાકેશચંદ્ર વી વ્યાસ, કાંતિભાઈ એમ સોઢાપરમાર, હર્ષદભાઈ સી રાદડિયા અને અનિલ કુમાર શર્મા ઉપસ્થિત હતા. બેઠકના દરમિયાન વડોદરા મંડળના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande