મેરા યુવા ભારત – મહેસાણા દ્વારા યુવાનોએ સરકારી યોજનાઓની જાણકારી માટે વર્કશોપ
મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના શ્રી સાર્વજનિક BSW/MSW કોલેજ ખાતે મેરા યુવા ભારત – મહેસાણા દ્વારા યુવાનોમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ લાવવા એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરી
મેરા યુવા ભારત – મહેસાણા દ્વારા યુવાનોએ સરકારી યોજનાઓની જાણકારી માટે વર્કશોપ

મેરા યુવા ભારત – મહેસાણા દ્વારા યુવાનોએ સરકારી યોજનાઓની જાણકારી માટે વર્કશોપ

મેરા યુવા ભારત – મહેસાણા દ્વારા યુવાનોએ સરકારી યોજનાઓની જાણકારી માટે વર્કશોપ

મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના શ્રી સાર્વજનિક BSW/MSW કોલેજ ખાતે મેરા યુવા ભારત – મહેસાણા દ્વારા યુવાનોમાં સરકારની વિવિધ યોજનાઓ અંગે જાગૃતિ લાવવા એક દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં જિલ્લા યુવા અધિકારી પ્રિતેશકુમાર ઝવેરીના માર્ગદર્શન હેઠળ યોજાયેલા વર્કશોપમાં યુવાનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓ, સહાયની રીત અને અરજી પ્રક્રિયા અંગે માહિતી આપી હતી.

વર્કશોપમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ગ્રામ વિકાસ એજન્સી, RSETI, મહિલા અને બાલ કલ્યાણ વિભાગ, રોજગાર કચેરી સહિતના અધિકારીઓએ વિવિધ યોજનાઓ પર માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમ દરમિયાન એક પેડ – માં કે નામ 2.0 અંતર્ગત સાહિત્ય વિમોચન અને વૃક્ષારોપણની ગતિવિધિ પણ યોજાઈ હતી.

મહેસાણા મેરા યુવા ભારત કચેરીના અતુલ રાવલ સહિત વિવિધ યુવા કાર્યકરો અને મંડળ સભ્યોએ કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લઇ સફળ બનાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande