માતાની બીમારીએ પ્રેરિત કર્યો નવો માર્ગ: મહેસાણાના યુવાન લાલજીભાઈએ અપનાવી પ્રાકૃતિક કૃષિ
મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના હિંમતપુરા ગામના 26 વર્ષીય યુવા લાલજીભાઈ ચૌધરીએ માતાની દયનીય તબિયતથી વિચાર બદલીને પોતાના જીવનનો નવો રસ્તો પસંદ કર્યો. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઇરોઇડ જેવી તકલીફોથી માતાને માસિક દવાઓ પર રૂપિયા 10 હજાર જેટલો ખર
માતાની બીમારીએ પ્રેરિત કર્યો નવો માર્ગ: મહેસાણાના યુવાન લાલજીભાઈએ અપનાવી પ્રાકૃતિક કૃષિ


માતાની બીમારીએ પ્રેરિત કર્યો નવો માર્ગ: મહેસાણાના યુવાન લાલજીભાઈએ અપનાવી પ્રાકૃતિક કૃષિ


મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના હિંમતપુરા ગામના 26 વર્ષીય યુવા લાલજીભાઈ ચૌધરીએ માતાની દયનીય તબિયતથી વિચાર બદલીને પોતાના જીવનનો નવો રસ્તો પસંદ કર્યો. ડાયાબિટીસ, બ્લડપ્રેશર અને થાઇરોઇડ જેવી તકલીફોથી માતાને માસિક દવાઓ પર રૂપિયા 10 હજાર જેટલો ખર્ચ થતો હતો, જેના કારણે પરિવારમાં આર્થિક સંકડામણ સર્જાઈ. અભ્યાસ દરમિયાન લાલજીભાઈએ શિક્ષકો અને આત્મા પ્રોજેક્ટના અધિકારીઓના સંપર્કથી પ્રાકૃતિક કૃષિ વિશે જાણ્યું અને વર્ષ 2018થી એ દિશામાં પગલાં ભર્યા.

તેઓ આજે વિદેશી શાકભાજી જેવા કે બ્રોકલી, જાંબલી અને પીળું ફુલાવર, નોનખોલ, પોકચોઇ જેવી ખાસ જાતોની સાથે દેશી પાકોમાં હળદર, આદુ, રતાળું, ઘઉં, બાજરી અને મગફળી જેવી અનેક વેરાયટીના પાક નિખાલસ રીતે ઉગાવે છે. રાસાયણિક દ્રવ્યો વિના ઉગાડેલી આ શાકભાજી માત્ર સ્વાદિષ્ટ નથી, પણ આરોગ્યદાયક અને લાંબો સમય ટકાઉ રહેતી હોવાથી લોકોમાં તેની માંગ વધી છે. તેઓ શાકભાજી વેચાણ માટે વોટ્સએપ ગ્રુપની મદદ લે છે, જેમાં ગ્રાહકો તેમના ઓર્ડર આપે છે અને શનિવારે હોમ ડિલિવરી દ્વારા તાજી શાકભાજી ઘરે પહોંચે છે.

ફક્ત ચાર વિઘા જમીનમાં ખેતી કરીને લાલજીભાઈ વાર્ષિક અંદાજે રૂપિયા 10 લાખની આવક મેળવે છે. જેમાંથી શાકભાજીમાંથી રૂ. 1 લાખ, ધાન્ય પાકોથી રૂ. 1.5 લાખ અને વર્મી કમ્પોસ્ટ ખાતર વેચાણથી રૂ. 4 થી 5 લાખની આવક થાય છે. આત્મા પ્રોજેક્ટ, બાગાયત ખાતું અને બાઈક સંસ્થા જેવી વિવિધ યોજનાઓથી તેમને સહાય મળી છે. લાલજીભાઈ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી તથા રાજ્ય સરકારનો આભાર માનતા કહે છે કે જિલ્લા કક્ષાએ મળતું માર્ગદર્શન અનેક યુવાન ખેડૂત માટે પ્રેરણારૂપ બની રહ્યું છે. આજે તેઓ માત્ર પોતાનું નહીં પણ અન્ય લોકોના સ્વાસ્થ્ય માટે પણ કાર્યરત

છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande