મહેસાણામાં રમતા ઢોર સામે મનપાની સખ્ત કાર્યવાહી: એક મહિનામાં 563 ઢોર પકડી પાંજરાપોળમાં ખસેડાયા
મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા શહેરમાં જુલાઈ માસ દરમિયાન રસ્તાઓ પર અવરત–જવર કરતા ઢોરો અને ગાયો મોટી સમસ્યા બન્યા હતા. વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઉભું કરતી આ સ્થિતિ સામે મહેસાણા નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી. મનપ
મહેસાણામાં રમતા ઢોર સામે મનપાની સખ્ત કાર્યવાહી: એક મહિનામાં 563 ઢોર પકડી પાંજરાપોળમાં ખસેડાયા


મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.) : મહેસાણા શહેરમાં જુલાઈ માસ દરમિયાન રસ્તાઓ પર અવરત–જવર કરતા ઢોરો અને ગાયો મોટી સમસ્યા બન્યા હતા. વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમ ઉભું કરતી આ સ્થિતિ સામે મહેસાણા નગરપાલિકા દ્વારા ઢોર પકડવાની ખાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી. મનપાની એનિમલ કેચિંગ ટીમ દ્વારા સતત ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.

મહેસાણા શહેરના રાધનપુર રોડ, મોડેરા રોડ, માનવ્યાશ્રમ રોડ, વિસનગર રોડ, ગાંધીનગર લિંક રોડ, રામોસણા, ડેરી રોડ, ટી.બી. રોડ સહિતના મુખ્ય માર્ગો પર આ ઢોરો અવરત જવર રોકતા હતા. ખાસ કરીને સાંજના સમયે રસ્તા પર ઢોરોનો જમાવડો જોવા મળતો હતો, જેના લીધે ટ્રાફિક અવરોધ અને અકસ્માતનો ભય ઉભો થતો હતો.

મનપા દ્વારા એક માસમાં કુલ 563 ઢોર (437 ગાયો અને 126 આખલા) પકડવામાં આવ્યા હતા, જેમાંથી 26 ઢોરોને તેમના માલિકોએ રૂ. 5,000ની દંડરાશિ ચુકવીને પાછા લીધા હતા, જેમાંથી મનપાને કુલ રૂ. 1.65 લાખની આવક મળી છે. હજુ પણ મનપા દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી સતત ચાલુ છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande