પોરબંદર જિલ્લામાં 1 થી 8 ઓગસ્ટ દરમિયાન, નારી વંદન સપ્તાહ ની ઉજવણી કરાશે.
પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણના હેતુસર નારી વંદન સપ્તાહનું આયોજન 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં પણ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી નારી વંદન સપ્ત
પોરબંદર જિલ્લામાં 1 થી 8 ઓગસ્ટ દરમિયાન, નારી વંદન સપ્તાહ ની ઉજવણી કરાશે.


પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણના હેતુસર નારી વંદન સપ્તાહનું આયોજન 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. પોરબંદરમાં પણ જિલ્લા મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ કાર્યક્રમો થકી નારી વંદન સપ્તાહની ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યુ છે.

નારી વંદન સપ્તાહ દરમિયાનના 1 ઓગસ્ટના મહિલા સુરક્ષા દિવસ, 2 ઓગસ્ટના બેટી બચાવો, બેટી પઢાવો દિવસ, 4 ઓગસ્ટના મહિલા સ્વાવલંબન દિવસ, 5 ઓગસ્ટના મહિલા નેતૃત્વ દિવસ, 6 ઓગસ્ટના મહિલા કર્મયોગી દિવસ, 6 ઓગસ્ટના મહિલા કલ્યાણ દિવસ અને ઓગસ્ટના મહિલા અને બાળ આરોગ્ય દિવસ તરીકે ઉજવવામાં આવશે જે જિલ્લા મહિલા અને બાળ અધિકારી, પોરબંદર એચ.બી ટાઢાણીએ એક યાદીમાં જણાવ્યું છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande