મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લામાં 1 ઓગસ્ટથી 8 ઓગસ્ટ 2025 દરમિયાન રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન હેઠળ “નારી વંદન ઉત્સવ સપ્તાહ” ની ઉજવણી કરાશે. આ સપ્તાહમાં અલગ-અલગ દિવસો વિવિધ વિષયોને સમર્પિત રહેશે જેમ કે મહિલા સુરક્ષા, બેટી બચાવો, સ્વાવલંબન, નેતૃત્વ, કલ્યાણ અને આરોગ્ય.
આ પ્રસંગે 4 ઓગસ્ટના રોજ મહિલા સ્વાવલંબન દિવસ નિમિત્તે ભીમનાથ મહાદેવ હોલ, પરા ટાવર, મહેસાણા ખાતે ખાસ મહિલાઓ માટે રોજગાર ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સવારે 9:30 કલાકથી યોજાનાર આ મેળામાં ધોરણ 10, 12 તેમજ સ્નાતક સ્તરની મહિલાઓ ભાગ લઈ શકશે.
આ કાર્યક્રમ રોજગાર વિનિમય કચેરી અને મહિલા અને બાળ અધિકારી કચેરી મહેસાણાના સંયુક્ત ઉપક્રમે યોજાશે, જેમાં મહિલાઓને રોજગારની નવી તકો મળી શકે તે માટે માર્ગદર્શન અને તાલીમ સંબંધી માહિતી પણ આપવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR