પાટણમાં 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહ – વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી
પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં 1 થી 8 ઓગસ્ટ દરમ્યાન નારી વંદન સપ્તાહની ઉજવણી થશે. આ સપ્તાહ દરમિયાન મહિલાઓના સર્વાંગીય વિકાસ, સુરક્ષા, સ્વાવલંબન અને કલ્યાણને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. પાટણ જિલ
પાટણમાં 1 થી 8 ઓગસ્ટ દરમિયાન નારી વંદન સપ્તાહ – વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી


પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પાટણ જિલ્લામાં 1 થી 8 ઓગસ્ટ દરમ્યાન નારી વંદન સપ્તાહની ઉજવણી થશે. આ સપ્તાહ દરમિયાન મહિલાઓના સર્વાંગીય વિકાસ, સુરક્ષા, સ્વાવલંબન અને કલ્યાણને લગતા વિવિધ કાર્યક્રમો યોજાશે. પાટણ જિલ્લા કલેકટરે સંબંધિત વિભાગોને ફરજ સોંપી છે અને દરેક દિવસે અલગ થીમ પર કાર્યક્રમો આયોજન કરવાનું નક્કી થયું છે, જેમ કે 1 ઓગસ્ટે મહિલા સુરક્ષા દિવસ, 2 ઓગસ્ટે બેટી બચાવો બેટી પઢાવો, 4 ઓગસ્ટે મહિલા સ્વાવલંબન દિવસ, 5 ઓગસ્ટે મહિલા નેતૃત્વ દિવસ વગેરે.

આ કાર્યક્રમોમાં પોલીસ, શિક્ષણ વિભાગ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, કાનૂની સેવા મંડળ, સુરક્ષા સેતુ ટીમ, આઈ.સી.ડી.એસ, બેંક, રોજગાર અને તાલીમ વિભાગ સહિત અનેક શાખાઓનો સહભાગ રહેશે. આ ઉપરાંત ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને જી.આઈ.ડી.સી જેવી સંસ્થાઓ પણ સહભાગી બનશે, જેથી મહિલા કલ્યાણ અને સશક્તિકરણને પ્રોત્સાહન મળી શકે.

ખાસ કરીને 5 ઓગસ્ટના રોજ પાટણના રંગભવન હોલ ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન કરાયું છે. આ મેળામાં પાટણ જિલ્લાની મહિલાઓ મોટી સંખ્યામાં ભાગ લે તે માટે જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી દ્વારા વિશેષ અપીલ કરવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande