મહેસાણા મેઉ પગાર શાળામાં નવા 12 વર્ગખંડોના લોકાર્પણ સાથે શિક્ષણમાં નવી પહેલ
મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના મેઉ ગામે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે રૂ. 1.60 કરોડના ખર્ચે નિર્મિત નવા 12 વર્ગખંડોનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું. સમગ્ર શિક્ષા દ્વારા થયેલા આ અભિયાનમાં ટો
મહેસાણા મેઉ પગાર શાળામાં નવા 12 વર્ગખંડોના લોકાર્પણ સાથે શિક્ષણમાં નવી પહેલ


મહેસાણા મેઉ પગાર શાળામાં નવા 12 વર્ગખંડોના લોકાર્પણ સાથે શિક્ષણમાં નવી પહેલ


મહેસાણા મેઉ પગાર શાળામાં નવા 12 વર્ગખંડોના લોકાર્પણ સાથે શિક્ષણમાં નવી પહેલ


મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)મહેસાણા જિલ્લાના મેઉ ગામે સ્કૂલ ઓફ એક્સલન્સ પ્રોજેક્ટ અંતર્ગત અંદાજે રૂ. 1.60 કરોડના ખર્ચે નિર્મિત નવા 12 વર્ગખંડોનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને લોકાર્પણ કરવામાં આવ્યું. સમગ્ર શિક્ષા દ્વારા થયેલા આ અભિયાનમાં ટોયલેટ સહિતની આધુનિક સુવિધાઓ સહિત શાળાનું અપગ્રેડેશન અને કલર-રીપેરીંગ પણ હાથ ધરવામાં આવ્યું. આ તકે શાળાનો 137મો સ્થાપના દિવસ પણ ઉજવવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે સરકારી શાળાઓમાં હવે સ્માર્ટ ક્લાસ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે અને ગુજરાત સરકાર છેલ્લે ગામ સુધી ટેકનોલોજી આધારિત શિક્ષણ પહોંચાડવા કટિબદ્ધ છે. તેમણે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વિશે પણ વાત કરતાં જણાવ્યું કે હવે ભારતીય જ્ઞાન પરંપરા પર આધારિત વિષયો દ્વારા વિદ્યાર્થીઓને વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધારાશે.

આ તકે ધારાસભ્ય મુકેશ પટેલે પણ મેઉ ગામ માટે મળેલી શૈક્ષણિક સુવિધાઓ માટે આનંદ વ્યક્ત કર્યો અને નવા PHC સેન્ટર માટે આરોગ્ય મંત્રીનો આભાર માન્યો. કાર્યક્રમના અંતે મહાનુભાવોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કાર્યક્રમમાં વિવિધ અધિકારીઓ અને સ્થાનિક અગ્રણીઓની ઉપસ્થિતિ રહી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande