2 ઓગસ્ટે મહેસાણામાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે, જિલ્લા સહિત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજાશે
મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તા. 2 ઓગસ્ટે વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે યોજાનારા પી.એમ. કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અંતર્ગત દેશમાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમાવાશે. આ અવસરે મહેસ
2 ઓગસ્ટે મહેસાણામાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે, જિલ્લા સહિત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજાશે


2 ઓગસ્ટે મહેસાણામાં “પી.એમ. કિસાન ઉત્સવ દિવસ” ઉજવાશે, જિલ્લા સહિત તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમો યોજાશે


મહેસાણા, 1 ઓગસ્ટ (હિ.સ.)વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તા. 2 ઓગસ્ટે વારાણસી, ઉત્તર પ્રદેશ ખાતે યોજાનારા પી.એમ. કિસાન ઉત્સવ દિવસ કાર્યક્રમ અંતર્ગત દેશમાં “પી.એમ. કિસાન સન્માન નિધિ” યોજના અંતર્ગત 20મો હપ્તો ખેડૂતોના ખાતામાં જમાવાશે. આ અવસરે મહેસાણા જિલ્લામાં પણ વિવિધ કક્ષાએ વિશાળ પ્રમાણમાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લા કક્ષાનો મુખ્ય કાર્યક્રમ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં ખેરવા સ્થિત ગણપત યુનિવર્સિટીના ઓડિટોરીયમ હોલમાં યોજાશે. અહીંથી પીએમ કિસાન કાર્યક્રમનો જીવંત પ્રસારણ (Live Telecast) પણ યોજાશે.

આ ઉપરાંત મહેસાણા જિલ્લાના તમામ 10 તાલુકાઓમાં એપીએમસી કે સહકારી મંડળીમાં તાલુકા કક્ષાના કાર્યક્રમો અને 409 સહકારી મંડળીઓ, એફપીઓ અને પ્રાકૃતિક કૃષિ કેન્દ્રો પર ગ્રામ્ય કક્ષાના કાર્યક્રમો યોજાશે. મહેસાણા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને કાર્યક્રમમાં ઉપસ્થિત રહી લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande