પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.) પોરબંદર જિલ્લામાં આગામી તા .2 ઓગસ્ટ, 2025 ના રોજ પીએમ કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત 'પીએમ કિસાન ઉત્સવ દિવસ'ની ઉજવણી કરવામાં આવશે.જેના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણીની અધ્યક્ષતામાં જિલ્લા કલેકટર કચેરી કોન્ફરન્સ હોલ પોરબંદર ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.
બેઠકમાં પોરબંદર જિલ્લામાં તા. 02 ઓગસ્ટ, 2025ના રોજ સેમિનાર હોલ, એગ્રીકલ્ચર કોલેજ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કેમ્પસ, ખાપટ, પોરબંદર ખાતે જિલ્લા કક્ષાનો તથા જિલ્લાના તમામ તાલુકા કક્ષાએ તથા ગામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત ખાતે પણ આ પી.એમ. કિસાન ઉત્સવ દિવસ' કાર્યક્રમની ઉજવણીના સુચારૂ આયોજન માટે કલેક્ટરએ સબંધિત અધિકારીઓને માર્ગદર્શિત કરાયા હતા.
ઉલ્લેખનીય છે કે, પી.એમ.કિસાન યોજનાના લાભાર્થીઓને 20મો હપ્તો રીલીઝ થવાના દિવસને પી.એમ કિસાન ઉત્સવ દિવસ તરીકે ઉજવણી કરવાના અવસરે યોજાનાર કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાઇવ માધ્યમથી ખેડૂતોને સંબોધિત કરવામાં આવશે.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરી, જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.એ. ત્રિવેદી સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya