નવી દિલ્હી, ૦1 ઓગસ્ટ (હિ.સ.)
ભારત 15 ઓગસ્ટના રોજ
તેના 79મા સ્વતંત્રતા
દિવસની ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સંદર્ભમાં, પ્રધાનમંત્રી
નરેન્દ્ર મોદીએ આ વર્ષે લાલ કિલ્લાના કિલ્લા પરથી આપવામાં આવનાર સ્વતંત્રતા દિવસના
ભાષણ માટે, દેશવાસીઓ પાસેથી વિચારો અને સૂચનો મંગાવ્યા છે.
પ્રધાનમંત્રીએ શુક્રવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એસક પર
એક સંદેશમાં કહ્યું કે,
આ વર્ષના સ્વતંત્રતા દિવસ નજીક આવી રહ્યો છે, હું મારા સાથી ભારતીયોના મંતવ્યો સાંભળવા આતુર
છું. આ વર્ષના સ્વતંત્રતા દિવસના ભાષણમાં તમે કયા વિષયો અથવા વિચારો પ્રતિબિંબિત
થતા જોવા માંગો છો?
પ્રધાનમંત્રીએ નાગરિકોને માયગોવપોર્ટલ અથવા નમોએપ પર ઉપલબ્ધ
ખુલ્લા મંચ દ્વારા, તેમના મંતવ્યો શેર કરવા વિનંતી કરી છે.
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રીનું સ્વતંત્રતા દિવસનું ભાષણ
દેશના વિકાસ, નીતિ નિર્માણ, યુવાનોની ભૂમિકા
અને સામાજિક પરિવર્તન જેવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર કેન્દ્રિત છે. આ વખતે પણ
નાગરિકોની ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે આ પહેલ કરવામાં આવી છે, જેથી સામાન્ય
માણસનો અવાજ લાલ કિલ્લાના પ્રાચીર સુધી પહોંચે.
હિન્દુસ્થાન સમાચાર / સુશીલ કુમાર / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / માધવી વ્યાસ