પાટણ એલસીબીએ મોટરસાયકલ ચોરીના 10 ગુનાઓ ઉકેલ્યાં, ₹5.20 લાખનો મુદ્દામાલ જપ્ત
પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના એલસીબી પોલીસ સ્ટાફે આંતરજિલ્લા મોટરસાયકલ ચોરીના કુલ 10 ગુનાઓ ઉકેલતાં એક આરોપીની ધરપકડ કરી છે અને રૂ.5,20,000 કિંમતના મોટરસાયકલો કબજે કર્યા છે. પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના મુજબ પાટણ જિલ્લામાં વાહનચોરીના ગુના
પાટણ એલસીબીએ મોટરસાયકલ ચોરીના 10 ગુનાઓ ઉકેલ્યાં, ₹5.20 લાખનો મુદ્દામાલ જપ્ત


પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લાના એલસીબી પોલીસ સ્ટાફે આંતરજિલ્લા મોટરસાયકલ ચોરીના કુલ 10 ગુનાઓ ઉકેલતાં એક આરોપીની ધરપકડ કરી છે અને રૂ.5,20,000 કિંમતના મોટરસાયકલો કબજે કર્યા છે. પોલીસ અધિક્ષક વી.કે. નાયીની સૂચના મુજબ પાટણ જિલ્લામાં વાહનચોરીના ગુનાઓ શોધવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. એલસીબી પાટણના પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી. ઉનાગરના માર્ગદર્શન હેઠળ શંકાસ્પદ લોકો પર નજર રાખવામાં આવી હતી.

પોલીસે નિયાજ મહેબુબશા ફકીર (રહે. સમી)ને પાટણના માતરવાડી પુલ નજીકથી ચોરાયેલા મોટરસાયકલ સાથે ઝડપી પાડ્યો હતો. પૂછપરછ દરમિયાન તેણે અન્ય સાગરીતો સાથે મળીને વધુ મોટરસાયકલ ચોરી કર્યાનું કબૂલ્યું હતું. તમામ મોટરસાયકલો સમી ખાતે છુપાવી રાખવામાં આવી હતી, જ્યાંથી પોલીસએ અલગ-અલગ કંપનીની કુલ 10 મોટરસાયકલ કબજે કરી હતી.

આ કેસમાં હજુ પણ બે આરોપી અબ્દુલ કાસમ સિંધિ અને સમીર હબીબભાઈ સિપાઈ ફરાર છે. બંને પાટણ જિલ્લાના સમી તાલુકાના રહેવાસી છે. આગળની કાયદેસરની કાર્યવાહી માટે આ સમગ્ર કેસ પાટણ સીટી 'બી' ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande