પુલ અને ઇમારતો ધ્વસ્ત થયા બાદ ઇમારતોનો કચ્છમાં સર્વે, પણ ભૂકંપ સમયની ઊભી, જર્જરિત ઇમારતોનું શું?
ભુજ - કચ્છ, 1 ઓગસ્ટ, (હિ.સ.) ગંભીરા પુલ ઉપરાંત રાજસ્થાનમાં સરકારી શાળા ધ્વંશ થવાના બનાવને પગલે ગુજરાત સરકાર હરકતમાં આવતાં દરેક જિલ્લાઓની સરકારી ઈમારતોની મોજણી કરાવવાના આદેશ આપી કલકેટરને સત્તા સોંપવામાં આવી હોવાથી કચ્છના કલેકટરે આ મુદ્દે કચ્છના વિવિધ
વિનાશકારી ભૂકંપની અસર દર્શાવતો નકશો


ભુજ - કચ્છ, 1 ઓગસ્ટ, (હિ.સ.) ગંભીરા પુલ ઉપરાંત રાજસ્થાનમાં સરકારી શાળા ધ્વંશ થવાના બનાવને પગલે ગુજરાત સરકાર હરકતમાં આવતાં દરેક જિલ્લાઓની સરકારી ઈમારતોની મોજણી કરાવવાના આદેશ આપી કલકેટરને સત્તા સોંપવામાં આવી હોવાથી કચ્છના કલેકટરે આ મુદ્દે કચ્છના વિવિધ વિભાગોની બેઠક બોલાવી છે. જોકે, જાણકારઓએ એવી નુક્તેચીની કરી હતી કે, રાજ્ય સરકારની સૂચનાઓનું તાકીદે પાલન થાય છે એ સારી બાબત છે પરંતુ 2001ના વિનાશકારી ભૂકંપ બાદ ભુજમાં કેટલીક ઇમારતો હજુ ઉભા કાટમાળ સમાન અથવા જોખમી રીતે ઊભી છે ત્યારે તેની મોજણી કરીને દૂર કરવો લોકહિતમાં છે એ પણ જિલ્લા તંત્રે ધ્યાનમાં લેવું પડશે.

રણ વિસ્તારના વિકાસમાં માળખાકિય તકેદારી અનિવાર્ય

જુદા-જુદા સરકારી વિભાગોની ઈમારતો જર્જરિત અને ભયગ્રસ્ત બની હોવાથી કયાંક પડી જાય છે અથવા જોખમી સાબિત થઈ હોવાથી કચ્છના કલેકટર આનંદ પટેલે તાકીદની બેઠક બોલાવી છે. જે કોઈ સરકારી વિભાગ હસ્તક કચ્છમાં જ્યાં-જ્યાં મકાન કે ઈમારતો, માર્ગના પ્રશ્ન વગેરેની સ્થિતિ કેવી છે તેની માહિતી સાથે હાજર થવા જણવાયું છે. દરમિયાન, છેલ્લા કેટલાક દિવસથી ભૂકંપ ઝોન 5ની જૂની કેટલીક ફોલ્ટલાઇન અચાનક સક્રિય થતાં ભૂસ્તરશાસ્ત્રીઓમાં ચિંતા વધી છે. કારણ કે, લાંબા સમય સુધી જ્યાં આંચકો ન આવ્યો હોય અને અચાનક જ 4ની તીવ્રતા સુધીનો ધરતીકંપ આવે એટલે એ ફોલ્ટલાઇનમાં એકસાથે ભારે ઊર્જા છૂટી પડવાની સંભાવના નકારી શકાય નહીં. કચ્છ યુનિવર્સિટીના અર્થ એન્ડ સાયન્સ વિભાગના પ્રો. ડો. ગૌરવ ચૌહાણે જણાવ્યું હતું કે, કુદરતી દુર્ઘટનાથી બચવા માટે ઇમારતોની ચકસણી આવકાર્ય છે. ઉપરાંત, રણ વિસ્તારમાં જે વિકાસ થઇ રહ્યો છે તેમાં પણ ભૂકંપના પેરામીટર્સ ચેક કરીને આગળ વધવું જોઇશે.

તંત્ર ગંભીર, કોઇની ચૂક ન રહે તેવો આદેશ

જિલ્લા વહીવટી તંત્રના સુત્રોમાંથી મળેલી માહિતી મુજબ, કચ્છમાં જુદા-જુદા સરકારી વિભાગો છે અને આ તમામને પોતાના હસ્તકની બિલ્ડિંગોની હાલત કેવી છે તેનો સર્વે કરી હેવાલ રજૂ કરવામાં આવશે. જો જોખમી હોય અથવા શાળા કે અન્ય મકાન હોય જેમાં બાળકો બેસી શકે તેવી સ્થિતિ નથી, ભયજનક છે તેનો હેવાલ રજૂ કરવામાં આવશે. ઉપરાંત કચ્છની નદી ઉપરના રસ્તા પરના પુલ પણ જો જોખમી હોય અથવા વાહનવ્યવહારને લાયક નથી તેની માહિતી આપવા આદેશ કરવામાં આવ્યો છે. સરકાર આ મુદ્દે અત્યંત ગંભીર છે. કયાંક કોઈની ચૂક રહી જાય નહીં તેવું સ્પષ્ટ જણાવાયું હોવાથી મોટા ભાગે મોજણીના હેવાલો કાલે બેઠકમાં રજૂ થઈ જાય તેવી શક્યતા દર્શાવાઈ હતી.

હિન્દુસ્થાન સમાચાર / BHAVIN KAILASHCHANDRA VORA


 rajesh pande