નવી દિલ્હી, 1 ઓગસ્ટ (હિ.સ.) બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારા (એસઆઈઆર)ને લઈને, શુક્રવારે પણ રાજ્યસભાની કાર્યવાહી ખોરવાઈ રહી. વિપક્ષના હોબાળાને કારણે, રાજ્યસભા પહેલા બપોરે 12 વાગ્યા સુધી અને પછી સોમવારે સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી. શુક્રવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થતાં જ જરૂરી દસ્તાવેજો, ગૃહના ટેબલ પર મૂકવામાં આવ્યા. ત્યારબાદ ઉપાધ્યક્ષ હરિવંશે કહ્યું કે, આજે બિહારના સંદર્ભમાં એસઆઈઆર અંગે ઘણા લોકોએ નોટિસ આપી હતી. આજે 30 સભ્યોએ નોટિસ આપી હતી, જેને ઉપાધ્યક્ષે ફગાવી દીધી હતી. ત્યારબાદ ગૃહમાં હોબાળો શરૂ થયો.
દરમિયાન આમ આદમી પાર્ટીના સભ્ય અશોક કુમાર મિત્તલે, હોસ્પિટલોમાં ભીડનો મુદ્દો ઉઠાવ્યો. તે પછી પણ હોબાળો અટક્યો નહીં. આ પછી, ગૃહની કાર્યવાહી બપોરે 12 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્યારે પણ વિપક્ષી સભ્યોનો હોબાળો ચાલુ રહ્યો. પ્રિસાઇડિંગ ઓફિસર ઘનશ્યામ તિવારીએ પ્રશ્નકાળ શરૂ કર્યો. પહેલા પ્રશ્નના જવાબમાં, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ જવાબ આપવા માટે ઉભા થયા, પરંતુ હોબાળાને કારણે કાર્યવાહી ચાલુ રહી શકી નહીં. ત્યારબાદ કાર્યવાહી સોમવારે સવારે 11 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવી.
હિન્દુસ્થાન સમાચાર / વિજયાલક્ષ્મી / પવન કુમાર
હિન્દુસ્થાન સમાચાર / ડો.હિતેશ એન.વ્યાસ