સુરત, 1 ઓગસ્ટ (હિ.સ.)- શહેરના સરથાણા વિસ્તારમાં રહેતી કિશોરી સોશિયલ મીડિયા મારફતે અમરેલીના યુવકના સંપર્કમાં આવી હતી. બાદમાં અન્ય એક યુવક સુરત આવી કિશોરીને લલચાવી ફોસલાવી ભગાડી લઈ ગયો હતો. બાદમાં અમરેલીના યુવકે કિશોરી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હતો. જો કે બાદમાં ભોગ બનનાર કિશોરીયએ સઘળી હકીકત તેના માતા-પિતાને જણાવતા તેઓએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે બંને આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની વિગત એવી છે કે સરથાણા વિસ્તારમાં રહેતી 16 વર્ષની કિશોરી સોશિયલ મીડિયા મારફતે અમરેલીના સાવરકુંડલા તાલુકાના નાની વડાળ ગામના વતની રાહુલ સાધુના સંપર્કમાં આવી હતી. શરૂઆતમાં રાહુલે તેની સાથે વાતચીત કરી લલચાવી ફોસલાવી પોતાની વાતોમાં ભોળવી હતી. ત્યારબાદ રાહુલે અંકિત નામના એક યુવકને સુરત કિશોરીને લેવા માટે મોકલ્યો હતો. અંકિત સુરત આવી કિશોરીને ભગાડીને લઈ ગયો હતો. જોકે ત્યારબાદ રાહુલ સાધુએ કિશોરી સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધે બળાત્કાર ગુજાર્યો હતો. બનાવને પગલે બાદમાં ભોગ બનનાર કિશોરીને પોતાની સાથે વિશ્વાસઘાત થયો હોવાનો માલુમ પડતાં તેમણે સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે રાહુલ સાધુ અને અંકિત સામે બળાત્કારનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે