પાટણ આઈ.ટી.આઈ.માં પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ
પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), પાટણ ખાતે વર્ષ 2025 માટે પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફીટર, ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, મિકેનિકલ ડીઝલ, ડ્રાફ્ટમેન સિવિલ, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરી ઇ
પાટણ આઈ.ટી.આઈ.માં પ્રવેશનો બીજો રાઉન્ડ શરૂ


પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ જિલ્લામાં આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ.), પાટણ ખાતે વર્ષ 2025 માટે પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ફીટર, ઈલેક્ટ્રિશિયન, વાયરમેન, મિકેનિકલ ડીઝલ, ડ્રાફ્ટમેન સિવિલ, વેલ્ડર, કોપા, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, ICTSM, કોસ્મેટોલોજી, MMV, આર્મેચર મોટર રિવાઈન્ડિંગ અને A.O.CP સહિત કુલ 13 ટ્રેડમાં પ્રવેશ મળવાની તક છે.

ઉમેદવારો 4 ઓગસ્ટ, 2025 સુધી https://itiadmission.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરી શકશે. ધોરણ 8 પાસથી ગ્રેજ્યુએશન સુધીના ઉમેદવારો માટે પ્રવેશ માટેની યોગ્યતા રહેશે. પ્રવેશ સંબંધિત વધુ માહિતી માટે ઉમેદવારો સંસ્થામાં રૂબરૂ જઈને માહિતી મેળવી શકે છે.

આઈ.ટી.આઈ. પાટણ ખાતે નિઃશુલ્ક હેલ્પ સેન્ટર ઉપલબ્ધ છે, જ્યાં ઓનલાઈન ફોર્મ ભરવામાં સહાય આપવામાં આવશે. ઇચ્છુક ઉમેદવારો કચેરી સમય દરમિયાન જરૂરી દસ્તાવેજો સાથે સંસ્થાનો સંપર્ક કરી શકે છે. આ માહિતી આચાર્ય વર્ગ-1 શ્રી એમ. ઝેડ. વાઘેલા દ્વારા આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande