મોડાસા, 1 ઓગસ્ટ (હિ.સ.) અરવલ્લી જિલ્લાના મોડાસા ના વતની એવા જયેન્દ્રભાઈ પંડિત દાદા ના હુલામણા નામથી જાણીતા કથાકાર અને ઉદ્ભોષક એવા પંડિત દાદા ની 10 મી કથા હાલ મેઘરજ રોડ ઉપર આવેલ મનોકામના સિદ્ધ હનુમાન મંદિરમાં ચાલી રહી છે શ્રી પંડિત દાદાએ આ પહેલા રામાયણ તેમજ ભાગવત કથાનું રસપાન ભાવિક ભક્તોને કરાવેલ છે શ્રી પંડિત દાદા સરસ્વતી હાઇસ્કુલ મોડાસામાં અંગ્રેજીના શિક્ષક તરીકે સેવા આપી નિવૃત્ત થયા હતા તેમનો સંસ્કૃત અને કથા પ્રત્યેનો પ્રેમ આજે પણ જળવાઈ રહ્યો છે પૂજ્ય જલારામ બાપા ના જીવન દર્શન નું તેમજ પરચા અને સત્સંગ દ્વારા તેમની વાણીનો લાભ સમગ્ર પંથકના લોકો લઈ રહ્યા છે શિવપુરાણ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે દ્વારકા પૂરી ગોપી મંડળના પ્રમુખ શ્રી નીતાબેન બારોટ તથા સમગ્ર ગોપી મંડળની બહેનો આ કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો સાથે આવે છે કથાનો સમય બપોરે ત્રણ થી છ નો હોય સમગ્ર ભાવિ ભક્તો આ અનુકૂળ સમયમાં શિવ કથા નો લાભ લેવા આવે છે પવિત્ર શ્રાવણ માસમાં પંડિત પંડિત દાદા ની વાણીથી પ્રભાવિત થઈ શિવ રસનું પાન ભાવિકો કરી રહ્યા છે દાતાઓના સહયોગથી આ કથાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જલારામ ટ્રસ્ટ દ્વારા સુંદર સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ