પાટણ ન.પા. ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચારનો મામલો, 10 વિરુદ્ધ ફરિયાદ, કોંગ્રેસ તરફથી પણ અરજી
પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલ હરિહરરાય ઠાકરે શહેરના કોર્પોરેટરો અને કોંગ્રેસના આગેવાનો સહિત 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ઘટના 29 જુલાઈ 2025ના રોજ સાંજે 4:30 થી 5:00 વાગ
પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચારનો મામલો, 10 વિરુદ્ધ ફરિયાદ, કોંગ્રેસ તરફથી પણ અરજી


પાટણ નગરપાલિકા ચીફ ઓફિસર વિરુદ્ધ સૂત્રોચ્ચારનો મામલો, 10 વિરુદ્ધ ફરિયાદ, કોંગ્રેસ તરફથી પણ અરજી


પાટણ, 1 ઓગસ્ટ (હિ.સ.) : પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હીરલ હરિહરરાય ઠાકરે શહેરના કોર્પોરેટરો અને કોંગ્રેસના આગેવાનો સહિત 10 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદ પાટણ શહેર એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાઈ છે. ઘટના 29 જુલાઈ 2025ના રોજ સાંજે 4:30 થી 5:00 વાગ્યા દરમિયાન બની હતી, જ્યારે ચીફ ઓફિસર ઓફિસમાં સ્ટાફની સમીક્ષા બેઠક લઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકો ગેરકાયદેસર રીતે એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કરતા તેમની ફરજમાં અવરોધ ઉભો કર્યો હતો.

આ આરોપીઓએ ચીફ ઓફિસરને અપમાનજનક શબ્દો કહ્યા હતા અને “આ ઓફિસ તમારા બાપની નથી” જેવી ભાષાનો ઉપયોગ કર્યો હતો. આરોપીઓમાં કોર્પોરેટર ભરતભાઇ ભાટીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ દીપકભાઇ પટેલ, હિતેષ દેસાઇ, અમરતભાઇ પટેલ, હરગોવનભાઇ પરમાર, હરગોવનભાઇ મકવાણા, સમીમબાનુ સુમરા, હંસાબેન પરમાર, ભોગીલાલ પરમાર અને પૂર્વ કોર્પોરેટર મુમતાઝબાનુ સામેલ છે. તેમના વિરુદ્ધ BNS કલમ 189(2), 221 અને 352 હેઠળ ગુનો દાખલ થયો છે.

આ ફરિયાદ બાદ શહેરના રાજકીય માહોલમાં ગરમાવો જોવા મળ્યો છે. પોલીસે આરોપીઓ સામે તપાસ શરૂ કરી છે. બીજી તરફ, કોંગ્રેસ પક્ષે ચીફ ઓફિસર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવા માટે અરજી દાખલ કરી છે. હવે જોવાનું એ છે કે કોંગ્રેસની અરજીની પણ એફઆઈઆર તરીકે નોંધણી થાય છે કે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande