પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદરમાં સગીરા ઉપર ગેંગરેપના ગુન્હામાં મુખ્ય આરોપી એક દિવસના રીમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે થયો છે.પોરબંદરના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા જયરાજ દિલીપ સુંડાવદરાએ પોતાના બે મિત્રો સાથે મળીને રાત્રે સાડાબાર વાગ્યે સગીરાને કેફી પીણુ પીવડાવી જયરાજ ના પિતા દિલીપ સુંડાવદરાના વૃન્દાવન પાર્ટીપ્લોટ ખાતે લઇ ગયા બાદ જયરાજ ઉપરાંત તેના બે મિત્રો મલ્હારસિંહ ચૌહાણ અને રાજુ ઉર્ફે રાજ લખમણ મુળીયાસીયાએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હતુ.આ ગુન્હામાં પોલીસે જયરાજને એક દિવસના રીમાન્ડ ઉપર લીધો હતો અને રીમાન્ડ પૂર્ણ થતા જેલહવાલે કરવાનો હુકમ થતા તેને પણ ખાસ જેલના સળીયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya