પોરબંદર, 1 ઓગસ્ટ (હિ.સ.)પોરબંદર જિલ્લાના રાણાવાવ શહેરના ગોવાણીધાર વિસ્તારમાંથી અજય સવદાસ કેશવાલા અને મહેહ ભુપત ચાવડાના નામના બે શખ્સો મોટરસાયકલ લઈને પસાર થઈ રહ્યા હતા તે દરમ્યાન પોલીસે શંકાના આધારે રોકી તલાશી લેતા તેમના કબ્જમાંથી વિદેશી દારૂની બોટલ નં-24 કિંમત રૂ. 16,704નો મુદામલ મળી આવતા પોલીસે બન્ને શખ્સોની અટકાયત કરી અને વધુ પુછપરછ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya