નારી વંદન ઉત્સવ’ની ઉજવણીના ભાગરૂપે પ્રાંતિજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ
મોડાસા, 1 ઓગસ્ટ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ પોલીસ વિભાગ સાબ
નારી વંદન ઉત્સવ’ની ઉજવણીના ભાગરૂપે પ્રાંતિજ ખાતે મહિલા સુરક્ષા દિવસની ઉજવણી કરાઇ


મોડાસા, 1 ઓગસ્ટ (હિ.સ.) સાબરકાંઠા જિલ્લામાં મહિલા અને બાળ વિભાગ ગાંધીનગર ગુજરાત સરકાર દ્વારા પ્રેરીત નારી વંદન ઉત્સવની સાપ્તાહિક ઉજવણી અંતર્ગત પ્રથમ દિવસે જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી તેમજ પોલીસ વિભાગ સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે પ્રાંતિજ તાલુકાના આશીર્વાદ નર્સિગ કોલેજ ઘડી ખાતે ‘મહિલા સુરક્ષા દિવસ’ ની ઉજવણી કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં બાંધકામ સમિતાના ચેરમેન સેજલબેન પટેલે જણાવ્યું હતુ કે દેશમાં નારીનું આગવુ મહત્વ છે. વર્તમાન સમયમાં નારી આત્મનિર્ભળ બની છે. નારીની સલામતી સચવાય તે આપણા સૌની સહિયારી જવાબદારી છે.મહિલા સલામત થઈ આત્મનિર્ભળ બને તે માટે સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી છે.આ ઉપરાંત મહિલાઓ માટે અમલી યોજનાઓની વિગતે માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કાયદાકીય જાગૃતિ, સાયબર ગુનો, શી ટીમ તથા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન એપ્લિકેશનનું ડેમો, માટે વિસ્તારે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં વકીલશ્રી પંડ્યા પ્રતિબેન, પોલીસ વિભાગમાંથી મહિલા પોલીસ સ્ટેશનના PI એસ.બી.ચૌધરી,સાઈબર ક્રાઈમ ઓફિસના PI રવિભાઈ પ્રજાપતિ તથા જિલ્લા મહિલા અને બાળ અધિકારી,ડો.પ્રજ્ઞાબેન ત્રિવેદી, અગ્રણી જીગ્નાબેન સોની, શી ટીમ તથા 181 ટીમ, OSC, dhew સ્ટાફ સહિત વિધ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રપ્રસાદ એચ.પટેલ


 rajesh pande