જામનગરની સરકારી ગુરુ ગોબિંદસિંઘ હોસ્પિટલ ખાતે વિશ્વ હિપેટાઈટિસ દિવસની ઉજવણી કરાઈ
જામનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) : ​જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે નેશનલ વાયરલ હિપેટાઈટિસ કંટ્રોલ પ્રોગ્રામ (NVHCP) અંતર્ગત વિશ્વ હિપેટાઈટિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત તા. ૨૧ થી ૨૮ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન, આરોગ્ય કર્મચારીઓને જાગૃત કરવા
જીજી હોસ્પિટલ


જામનગર, 1 ઓગસ્ટ (હિ.સ.) : ​જામનગરની ગુરુ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ ખાતે નેશનલ વાયરલ હિપેટાઈટિસ કંટ્રોલ પ્રોગ્રામ (NVHCP) અંતર્ગત વિશ્વ હિપેટાઈટિસ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.જે અંતર્ગત તા. ૨૧ થી ૨૮ જુલાઈ, ૨૦૨૫ દરમિયાન, આરોગ્ય કર્મચારીઓને જાગૃત કરવા માટે વિવિધ કાર્યક્રમો, સેમિનાર અને હિપેટાઈટિસ-બી વેક્સિન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.

Let's Break it Down ની થીમ હેઠળ યોજાયેલ આ કાર્યક્રમમાં તા.​૨૩ જુલાઈ થી ૨૮ જુલાઈ સુધી સંસ્થાના તજજ્ઞો, રેસિડેન્ટ ડોક્ટર અને ઈન્ટર્ન ડોક્ટર માટે ખાસ સેન્સિટાઈઝેશન-કમ-ટ્રેનિંગ સેશન યોજાયા હતા. આ સેશન્સમાં હિપેટાઈટિસ B અને C રોગ કેવી રીતે ફેલાય છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી હતી. જેમાં અસુરક્ષિત સોય-સિરીંજ, તપાસ વગરનું સંક્રમિત લોહી, માતાથી નવજાત શિશુમાં સંક્રમણ અને અસુરક્ષિત જાતીય સંબંધો જેવા મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું.​

આ સાથે, ઉપસ્થિત આરોગ્ય કર્મચારીઓને હિપેટાઈટિસ-બી વેક્સિનનું મહત્વ, હિપેટાઈટિસ-બી અને સી માટેના ટેસ્ટિંગ અને ઉપલબ્ધ સારવાર વિશે પણ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ ડો. દિપક તિવારી, તબીબી અધિક્ષકના માર્ગદર્શન હેઠળ ડો.અમી ત્રિવેદી અને ડો. હિરલ ગઢવી સહિતના આરોગ્ય કર્મીઓના સહયોગથી સફળતા પૂર્વક સંપન્ન થયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval NILESHBHAI BHATT


 rajesh pande