હત્યા કેસમાં રાજકોટ જેલમાંથી પેરોલ જંપ કરનાર આરોપી ઝડપાયો
જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર એલ.સી.બી પોલીસે રાજકોટ મધ્યસ્થ જેલના ખુનના કેસમા આજીવન સજા પડ્યા બાદ પેરોલ જંપ કરી ફરાર કેદીને પકડી પાડયો છે. આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી જામનગરમાંથી ઝડપાયા તેને રાજકોટ જેલ ભેગો કરવા કવાયત હાથ ધરાઈ છે. દેવભૂમિ દ્વાર
આરોપી


જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર એલ.સી.બી પોલીસે રાજકોટ મધ્યસ્થ જેલના ખુનના કેસમા આજીવન સજા પડ્યા બાદ પેરોલ જંપ કરી ફરાર કેદીને પકડી પાડયો છે. આ પ્રકરણમાં સંડોવાયેલ આરોપી જામનગરમાંથી ઝડપાયા તેને રાજકોટ જેલ ભેગો કરવા કવાયત હાથ ધરાઈ છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર પોલીસ મથકમાં હત્યા સહિતના ગુન્હામાં સંડોવાયેલા શખ્સને રાજકોટ મધ્યસ્થ જેલમાં ધકેલી દેવાયો હતો. જે કેદી ભરત કારૂભા જડીયા (રહે.વાઘેરવાસ પોસીત્રા જી.દેવભુમી દ્રવારકા) રાજકોટ મધ્યસ્થ જેલ ખાતેથી તા.22/07/2025 થી 14 દિવસ માટે પેરોલ રજા પર છૂટયો હતો બાદ તા.06/08/2025 ના રોજ જેલ પર હાજર થવાનુ હતુ પરંતુ જેલમાં હાજર થયો ન હતો જે શખ્સ જામનગર શહેરમાં ગાંધીનગર સ્મશાન જવાના રસ્તે ખોડીયાર પ્રસંગ હોલથી આગળ પુલીયા પાસે ઝડપાયો હતો. જેને દબોચી લઈ રાજકોટ જેલ ખાતે મોકલી દેવાયો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande