કરજણ નદીના પુલ ઉપરથી ભારી વાહનો રૂપિયા લઈ જવાનો પસાર કરાવે છે
કરજણ નદીનો પુલ 63 વર્ષ પહેલાં બન્યો હતો અને 1994 માં ડેમોજ થયો હતો
ગેરકાયદેસર ભારી વાહન આ પુલ ઉપરથી પસાર થાય તો ગંભીરા જેવી ઘટના ઘટે તો મોટી દુર્ઘટના થાય
ભરૂચ 12 ઓગસ્ટ (હિ.સ.)
ખેડા નજીક ગંભીરા પુલની દુર્ઘટનામાં 22 નિર્દોષના ભોગ લેવાયા બાદ ગુજરાત સરકાર સફાળી જાગી અને વર્ષો પહેલા ના જે પણ પુલ છે તેની ચકાસણી કરાવી જોખમી હતા તે દરેક પુલ તાત્કાલિક ભારી વાહનો માટે જાહેરનામું બહાર પાડી બંધ કરી દેવાયા છે.ત્યારે નેત્રંગ ડેડીયાપાડા થઈ મહારાષ્ટ્રને જોડતા નેશનલ હાઈવે નંબર 753B પર ઘાણીખૂંટ કરજણ નદીનો પુલ આશરે 63 વર્ષથી અડીખમ ઉભો હતો તેના કાંગરા ખરી જતા જેને ભરૂચ કલેક્ટર દ્વારા ભારી વાહનો માટે જાહેરનામું બહાર પાડી બંધ કરવામાં આવ્યો છે. તેમ છતાં નેત્રંગ પોલીસ જવાનો દ્વારા રૂપિયા લઈ ભારી વાહનો પસાર થવા દેવામાં આવતા હોવાના પુરાવા મળી રહ્યા છે.
નેત્રંગ ડેડિયાપાડા રસ્તા પર આવેલ કરજણ નદીનો પુલ 1994 માં રેલ આવતા તૂટી જતા મહારાષ્ટ્રને જોડતા મુખ્ય આ રસ્તો પુલ બંધ થવાથી વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો.ત્યારબાદ ફરી રિપેર કર્યા બાદ વાહન વ્યવહાર શરૂ કરતા માંડ આઠેક વર્ષ સારો રહ્યો હતો.ત્યારબાદ આ પુલની રેલીંગ અને બે સ્પાન વચ્ચે અંતર વધતા મોટા બાખોરા પડી જતા હતા ત્યારે ઘણી વખત આ બાબતે માર્ગ અને મકાન વિભાગને સાવધ કરાયા હતા ત્યારે 2020 માં પુલનું ટેસ્ટિંગ કરાવી સારો હોવાનું સર્ટિફિકેટ રાજપીપળા આર એન્ડ બીએ આપ્યું હતું .
તેમ છતાં અવારનવાર આ કરજણ નદીના પુલમાં તિરાડો પડતી અને રેલીંગ પણ તૂટી ગયેલ હતી અને નીચેના સ્પાનના સળિયા દેખાતા હતા પરંતુ ગંભીર પરિસ્થિતિ હોવા છતાં ચાલુ રાખવામાં આવ્યો હતો.ત્યારે ગંભીરા પુલની દુર્ઘટનાને લીધે સરકારી તંત્રની આંખ ઉઘડતા તાત્કાલિક ઘાણીખૂંટ કરજણ નદીનો પુલ ભારી વાહનો માટે બંધ કરી દેવાયો હતો તેમ છતાં જાહેરનામાંનું પાલન કરાવતી નેત્રંગ પોલીસ જ રૂપિયા લઈ વાહનોને પસાર થવા દેતી હોય આ એક ગંભીર બાબત કહેવાય છે જે બાબતની તપાસ કરી જવાબદારોની ઉપર કાર્યવાહી કરવી જોઈએ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ