પાટણના પરંપરાગત ઉત્પાદનો માટે આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા જીઆઈ ટેગ જાગૃતિ અને તાલીમ સત્રનું આયોજન
પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના પરંપરાગત ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, કૃષિ વિભાગ અને બાગાયત વિભાગના સંયુક્ત પ્રયાસથી ખેડૂત તાલીમ કેન્દ્ર પાટણ ખાતે ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગ અંગે જાગૃતિ અને તાલીમ સત
પાટણના પરંપરાગત ઉત્પાદનો માટે આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા જીઆઈ ટેગ જાગૃતિ અને તાલીમ સત્રનું આયોજન


પાટણ, 12 ઓગસ્ટ (હિ.સ.)પાટણ જિલ્લાના પરંપરાગત ઉત્પાદનોને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, કૃષિ વિભાગ અને બાગાયત વિભાગના સંયુક્ત પ્રયાસથી ખેડૂત તાલીમ કેન્દ્ર પાટણ ખાતે ભૌગોલિક સંકેત (જીઆઈ) ટેગ અંગે જાગૃતિ અને તાલીમ સત્રનું આયોજન કરવામાં આવ્યું. કાર્યક્રમમાં નાયબ ખેતી નિયામક એ.આર. ગામી, ડેઝિગ્નેટેડ ઓફિસર રશ્મિ ગઢવી, જિલ્લા ખેતીવાડી અધિકારી જિગ્નેશભાઈ પટેલ, નાયબ બાગાયત અધિકારી મુકેશ ગલવાડિયા અને સિનિયર ફૂડ સેફટી ઓફિસર ભાવનાબેન ગોસ્વામી સહિત અનેક અધિકારીઓ અને ઉત્પાદકો હાજર રહ્યા.

એન્ટરપ્રેન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટના નિષ્ણાતો ઇન્દ્રવદનભાઈ ચાવડા અને પી.એફ. વણકરે જીઆઈ ટેગ મેળવવાની પ્રક્રિયા, તેના ફાયદા, બ્રાન્ડિંગ અને માર્કેટિંગના ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું. તાલીમમાં પાટણના દેવડા, એરંડા, ગાજર અને અજમા જેવા સ્થાનિક ઉત્પાદનો માટે જીઆઈ ટેગ મેળવવા અંગે વિશેષ ચર્ચા થઈ.

આ સત્રનો મુખ્ય ઉદ્દેશ ઉત્પાદકોને જીઆઈ ટેગના મહત્વથી વાકેફ કરાવવાનો અને તેમને આ પ્રક્રિયા શરૂ કરવા પ્રોત્સાહિત કરવાનો હતો. એપીએમસી પાટણના મિતેશભાઈ પટેલ, સુનીલભાઈ સોની અને દિલીપભાઈ સુખડિયા સહિત દેવડા ઉત્પાદકોની ઉપસ્થિતિ પણ નોંધપાત્ર રહી.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande