નવસારી, 12 ઓગસ્ટ (હિ.સ.)-નવસારી જિલ્લાના બીલીમોરા નગરપાલિકા, બીલીમોરા વિભાગ કેળવણી મંડળ તેમજ શહેરની વિવિધ શાળા અને કોલેજોના સંયુક્ત ઉપક્રમે ધારાસભ્ય નરેશભાઈ પટેલની આગેવાની હેઠળ “હર ઘર તિરંગા – હર ઘર સ્વચ્છતા, સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ” કાર્યક્રમ અન્વયે તિરંગા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
તિરંગા યાત્રા વી.એસ. પટેલ કોલેજથી પ્રારંભ થઈ, ખાડા માર્કેટ અને છત્રપતિ શિવાજી પૂતળા માર્ગે રેલવે સ્ટેશન પર પૂર્ણ થઈ હતી.. રેલીમાં ૭૫ મીટર લાંબો તિરંગો, સ્કેટિંગ ટીમ, ફૂલવાળી તોપો, દેશભક્તિના પાત્રો, તેમજ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના “ઓપરેશન સિંદૂર” ટેબલો મુખ્ય આકર્ષણ રહ્યા હતા.
આ યાત્રામાં વી.એસ. પટેલ કોલેજના સંકલનથી શહેરની તમામ શાળા અને કોલેજોમાં દેશભક્તિ આધારિત ફેન્સી ડ્રેસ સ્પર્ધાનું આયોજન થયું હતું.
વિજેતાઓમાં એલ.એમ.પી. એમ.સી.ઝેડની લબાના મંદિપકોરે (જાંસી કી રાની) રૂપે પ્રથમ ક્રમ હાંસલ કર્યો હતો. બીજા ક્રમે બી.એસ. પટેલની રેના સુનિલભાઈ પટેલે (ભારત માતા) નો અભિનય કરી સ્થાન મેળવ્યું હતું. જ્યારે ત્રીજા ક્રમે એલ.એમ.પી. એમ.સી.ઝેડના પટેલ મનન એસે (મહાત્મા ગાંધીજી)ના પાત્ર દ્વારા પોતાની પ્રતિભા દર્શાવી હતી.
આશ્વાસન ઈનામ વિજેતાઓમાં એલ.એમ.પી. એમ.સી.ઝેડના પુરોહિત કૃષ્ણા, એસ અને પટેલ, જૈન સીડી તેમજ એ.વી. પટેલ કોર્મસ કોલેજની પટેલ પ્રાંચી.ડી.નો સમાવેશ થાય છે.
આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય નરેશભાઈ પટેલ, પ્રાંત અધિકારી મિતેશ પટેલ, ચીફ ઓફિસર મતી મિતલ ભાલાળા, પી.આઇ. જે.વી. ચાવડા, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ પટેલ, બીલીમોરા વિભાગ કેળવણી મંડળના પદાધિકારીઓ ભરતભાઈ અમીન, જસ્મીનભાઈ દેસાઈ, ભરતભાઈ પટેલ, વિવિધ શાળા-કોલેજના આચાર્યગણ તથા સ્ટાફ, મેડિકલ ઓફિસર રાજેન્દ્ર ગઢવી, નગરપાલિકા કર્મચારીઓ, પોલીસ સ્ટાફ અને શહેરના નાગરિકો સહિત 1200થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન બીલીમોરા નગરપાલિકા તથા બીલીમોરા વિભાગ કેળવણી મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે