જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગરના ભીમવાસ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. જેમાં સામે બોલવા જેવી નજીવી બાબતે બે શખ્સો વચ્ચે બોલાચાલી થયા બાદ આરોપીએ હુમલો કરી ભૂંડી ગાળો આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. હાલ સીટી બી ડિવિઝન પોલીસ આ મામલાની વધુ તપાસ ચલાવી રહી છે.
મળતી માહિતી મુજબ, જુના રેલ્વે સ્ટેશન ભીમવાસ શેરી નંબર એકમાં રહેતા મેહુલ દિનેશભાઈ વાઘેલા અને તેના મિત્ર ભરત વ્યાસ તથા આરોપી મનિષ ગોહિલ સહિતના સત્તારભાઈના ગેરેજ પાસે આવેલ રેલવે કોલોની પાસે બેઠા હતા સાથે બેઠા હતા. આ દરમિયાન બોલાચાલી માં આરોપીએ મેહુલભાઇને કહ્યું કે તને શેનો પાવર છે? તો મેહુલભાઈ એ આરોપીને કહેલ કે મને કોઇનો પાવર નથી.
આ નજીવી બાબત મા જ આરોપી મનિષ ગોહિલ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને મારી સામે બોલે છે? એમ કહિને મારામારી શરૂ કરી દીધી હતી. એટલામાં મેહુલભાઇના મોટાબાપુના દીકરા અનીલભાઇ ત્યાં આવી જતા અનીલભાઇને આ કામના આરોપીએ ધક્કો મારતા માથામાં મુંઢ ઇજા કરી હતી.આરોપીએ ગાળો કાઢી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેને લઇ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે હાલ પોલીસે મેહુલભાઈ ની ફરિયાદના આધારે આરોપી મનીષ ગોહિલ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt