જામનગરમાં શ્રાવણી લોકમેળામાં યાંત્રિક રાઈડ કમિટીની ટીમ દ્વારા ચેકિંગ
જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે યાંત્રિક રાઈડ ચાલુ કરવા માટે રાજકોટ અને જામનગરની સંયુક્ત ટીમ પ્રદર્શન મેદાનમાં આવી છે, અને પ્રત્યેક રાઈડનું નિરીક્ષણ કરવામાં આવી ર
ચકાસણી


જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે યાંત્રિક રાઈડ ચાલુ કરવા માટે રાજકોટ અને જામનગરની સંયુક્ત ટીમ પ્રદર્શન મેદાનમાં આવી છે, અને પ્રત્યેક રાઈડનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

રાજકોટ યાંત્રિક વિભાગના નાયબ કાર્યપાલક ઈજનેર પિયુષ પટેલની રાહબરી હેઠળ રચાયેલી રાઈડ ની કમિટીમાં જામનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગના અધિકારી, આર.એન.બી ના અધિકારી, ફેક્ટરી ઇન્સ્પેક્ટર, પોલિટેકનિક કોલેજના પ્રાધ્યાપક, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર ની ટીમ ઉપરાંત ચાર્ટર એન્જિનિયર તેજસ ઝાલા વગેરે દ્વારા પ્રત્યેક રાઈડનું ચેકિંગ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે, અને તેનો રિપોર્ટ આવ્યા બાદ જ મેળા ના રાઇડ ધારકો પોતાની રાઈડ ચાલુ કરી શકશે. જેના માટે જામનગર શહેર વિભાગની પ્રાંત અધિકારીની કચેરી દ્વારા જરૂરી લાયસન્સ ની પ્રક્રિયા કરવામાં આવી રહી છે, અને અદાલતનો ચુકાદો આવી ગયા બાદ તે કાર્યવાહી પરિપૂર્ણ કરાશે. ત્યારબાદ જ મેળાનો પ્રારંભ થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande