ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ વૈકલ્પિક માર્ગ બનાવવા માંગ
વડોદરા 11 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા જિલ્લાના મુજપુર નજીક આવેલ ગંભીરા બ્રિજ તૂટી જવાથી મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાનાં હજારો કામદારો માટે મુસાફરીમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. આણંદ વિસ્તારના અનેક કામદારો પાદરા સ્થિત વિવિધ કંપનીઓમાં રોજગારી કરે છે, પરંતુ બ્રિજ
પાદરા ગંભીરા બ્રિજ  દુર્ઘટના બાદ  વૈકલ્પિક માર્ગ બનાવવા માંગ


વડોદરા 11 ઓગસ્ટ (હિ.સ.): વડોદરા જિલ્લાના મુજપુર નજીક આવેલ ગંભીરા બ્રિજ તૂટી જવાથી મધ્ય ગુજરાતના આણંદ જિલ્લાનાં હજારો કામદારો માટે મુસાફરીમાં મોટી મુશ્કેલી ઊભી થઈ છે. આણંદ વિસ્તારના અનેક કામદારો પાદરા સ્થિત વિવિધ કંપનીઓમાં રોજગારી કરે છે, પરંતુ બ્રિજ બંધ થતાં હવે તેમને આશરે 60 કિલોમીટરથી વધુનું વધારાનું અંતર કાપીને પાદરા પહોંચવું પડે છે. આ વધારાના અંતરને કારણે સમય તથા આર્થિક બોજો બંને વધ્યો છે, તેમજ રોજિંદા કામ પર સમયસર પહોંચી શકવાનું પણ મુશ્કેલ બની ગયું છે.

આ પરિસ્થિતિને લઈને પાદરા અને આસપાસના ઔદ્યોગિક ક્ષેત્રમાં રોજગાર મેળવનાર કામદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. રોજિંદા પ્રવાસમાં થતી હાલાકી તેમજ ખર્ચમાં વધારાને કારણે તેઓ ઝડપથી કોઈ સ્થાયી અને સુવિધાજનક ઉકેલની માંગ કરી રહ્યા છે. આ બાબતને ગંભીરતાથી લઈને વડોદરા જિલ્લા પંચાયતના સભ્ય હર્ષદસિંહ પરમારના નેતૃત્વમાં સ્થાનિક આગેવાનો તથા પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટર અનિલભાઈ ગામેલીયાને મળીને આવેદનપત્ર પાઠવ્યું.

આ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું કે ગંભીરા બ્રિજની તાત્કાલિક મરામત શરૂ થાય ત્યાં સુધી કામદારોને સરળતાથી પાદરા પહોંચવા માટે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે. ખાસ કરીને ભારે વાહનો અને બે-ચાર પૈડાવાળા વાહનો માટે સુરક્ષિત અને ટૂંકા માર્ગની સુવિધા ઊભી કરવામાં આવે તેવી માંગ ઉઠાવવામાં આવી છે.

કલેક્ટરને સુપરત કરાયેલા આવેદનપત્રમાં જણાવ્યું કે આણંદ અને પાદરા વચ્ચેનું ઔદ્યોગિક સંબંધ મધ્ય ગુજરાતની અર્થવ્યવસ્થામાં મહત્વનું સ્થાન ધરાવે છે. બ્રિજ બંધ રહેતાં માત્ર કામદારો જ નહીં પરંતુ કંપનીઓના ઉત્પાદન પર પણ નકારાત્મક અસર પડી શકે છે. તેથી તાત્કાલિક વૈકલ્પિક માર્ગ બનાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવે તો રોજિંદી કામકાજની ગતિ પાછી જાળવી રાખવામાં મદદ મળશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhruvik Gondaliya


 rajesh pande