પોરબંદરમાં બિરલા હોલ ખાતે સ્વાતંત્ર્ય દિન અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ
પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં બિરલા હોલ ખાતે સ્વાતંત્ર્ય દિન અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જે સી આઈ સંસ્થા દ્વારા આયોજિત સ્પર્ધામાં સ્વાતંત્ર્ય પર્વ અને પોરબંદરનો ઇતિહાસ એમ બે વિષય ઉપર સ્પર્ધકોએ વક્તવ્ય આપ્યું હતું. પોરબં
પોરબંદરમાં બિરલા હોલ ખાતે સ્વાતંત્ર્ય દિન અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ .


પોરબંદરમાં બિરલા હોલ ખાતે સ્વાતંત્ર્ય દિન અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ .


પોરબંદરમાં બિરલા હોલ ખાતે સ્વાતંત્ર્ય દિન અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ .


પોરબંદરમાં બિરલા હોલ ખાતે સ્વાતંત્ર્ય દિન અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ .


પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદરમાં બિરલા હોલ ખાતે સ્વાતંત્ર્ય દિન અંતર્ગત જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જે સી આઈ સંસ્થા દ્વારા આયોજિત સ્પર્ધામાં સ્વાતંત્ર્ય પર્વ અને પોરબંદરનો ઇતિહાસ એમ બે વિષય ઉપર સ્પર્ધકોએ વક્તવ્ય આપ્યું હતું. પોરબંદરમાં સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી થઈ રહી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વાતંત્ર્ય દિનની રાજ્યકક્ષાની ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ હાથ ધરી દેવામાં આવી છે. જિલ્લા કલેકટર એસ.ડી. ધાનાણીના માર્ગદર્શન હેઠળ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પોરબંદર જિલ્લાની સામાજિક સંસ્થાઓ સાથે સંકલન કરી અનેકવિધ દેશભક્તિના કાર્યક્રમો અને સેવા કાર્યો તથા રમતગમતની સ્પર્ધાઓ યોજવામાં આવી રહી છે. જેમાં રવિવારના દિવસે પોરબંદર શહેરમાં આવેલ બિરલા હોલ ખાતે જિલ્લા કક્ષાની વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સી આઈ સંસ્થા દ્વારા વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. સ્વાતંત્ર પર્વ અને પોરબંદરનો ઇતિહાસ બે વિષય ઉપર પ્રથમ જિલ્લા ભરની શાળાઓમાં સ્પર્ધાનું આયોજન કરાયું હતું. જ્યાં વિજેતા બનેલ સ્પર્ધકોએ બિરલાહોલ ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. જે સી આઈ સંસ્થા દ્વારા આયોજિત આ સ્પર્ધામાં વિજેતાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ તકે જેસીઆઈ સંસ્થાના પ્રેસિડેન્ટ લાખણશીભાઈ ગોરાણીયા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande