પોરબંદર, 11 ઓગસ્ટ (હિ.સ.): પોરબંદર ખાતે રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે સમગ્ર જિલ્લાભરમાં જિલ્લા વહીવટી તંત્ર અને સામાજીક સંસ્થાઓના સહયોગથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. આ ઉપલક્ષે પોરબંદર ચોપાટી ખાતે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર, ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ય સમાજ પોરબંદરના સંયુક્ત ઉપક્રમે ‘ફ્લેગ ઓન વિલ’ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પોરબંદર ચોપાટી ખાતે ‘ફ્લેગ ઓન વિલ’ કાર્યક્રમ અંતર્ગત 80 જેટલા યુવા સાહસીકોએ તિરંગ સ્કેટિંગ રેલી તથા ડાન્સ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. પોરબંદરની રમણીય ચોપાટી પર ચારે તરફ તિરંગાઓથી બાળકોએ દેશભક્તિનો માહોલ બનાવયો હતો. તિરંગ રેલીમાં બાળકોએ સ્કેટિંગના દિલ ધડક અને મનમોહક સ્ટંટ કરી લોકોને સ્તબ્ધ કર્યા હતા આ સાથે જ દેશભક્તિના ડાન્સની પ્રસ્તુતિએ સમગ્ર ચોપાટી પર દેશભક્તિનું માહોલ બનાવી લોકોને ભાવવિભોર કર્યા હતા.
આ સ્કેટિંગ રેલીને જિલ્લા કલેકટર એસ.ડી. ધનાણી, અધિક જિલ્લા કલેક્ટર જે.બી. વદર, જિલ્લા ભાજપ પ્રમુખ ડો. ચેતનાબેન તિવારી, સમગ્ર સાંસ્કૃતિક કાર્યક્રમના કોર્ડીનેટર અને જિલ્લા રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા, સર્વ આર્ય સમાજના પ્રમુખ ધનજીભાઈ આર્ય સહિત કાંતિભાઈ જુંગીવાલા, નાથાભાઈ લોઢારી, ગગનભાઈ કુહાડા, કેતનભાઇ કોટિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya