ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.) વિશ્વ સિંહ દિવસ ઉજવણી: બોસન ગામે શાળાના બાળકો અને ગામ વાસીઓ સાથે તિરંગા યાત્રા અને સિંહ રક્ષાની પ્રતિજ્ઞા લઇ સિંહ માટે અનોખો પ્રેમ અને સન્માન વ્યક્ત કર્યો.
આજે બોસન પ્રાથમિક શાળામાં વિશ્વ સિંહ દિવસની પવિત્ર ઉજવણી થઈ. તિરંગા યાત્રા અને રેલી દ્વારા સિંહના જતન અને સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લીધી. સિંહની ગર્જના જેવું શૌર્ય અને ધૈર્ય આપણા હૃદયમાં ઝળહળતું રહે, અને પ્રકૃતિ સાથે પ્રેમ અને સમાનતા જાળવીએ એવી ભાવના સમગ્ર ગામમાં ફેલાઈ.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ