કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદુથલામાં ખેડૂત બહેનના ખેતરે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન
મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના સદુથલા ગામમાં આત્મા પ્રોજેક્ટ હેઠળ કૃષિ સખી તરીકે કાર્યરત કૈલાસબેન પટેલના ખેતરે ખેડૂતો માટે વિશેષ મીટિંગ યોજાઈ. આ મીટિંગમાં નાની મોટી ફળિયા મોરલાના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શા માટે કરવી અને ત
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદુથલામાં ખેડૂત બહેનના ખેતરે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદુથલામાં ખેડૂત બહેનના ખેતરે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદુથલામાં ખેડૂત બહેનના ખેતરે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા સદુથલામાં ખેડૂત બહેનના ખેતરે પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન

મહેસાણા, 11 ઓગસ્ટ (હિ.સ.): મહેસાણા જિલ્લાના સદુથલા ગામમાં આત્મા પ્રોજેક્ટ હેઠળ કૃષિ સખી તરીકે કાર્યરત કૈલાસબેન પટેલના ખેતરે ખેડૂતો માટે વિશેષ મીટિંગ યોજાઈ. આ મીટિંગમાં નાની મોટી ફળિયા મોરલાના ખેડૂતોને દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી શા માટે કરવી અને તેના મુખ્ય આયામો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી.

કૈલાસબેન પટેલે પ્રાકૃતિક ખેતીના પાંચ મુખ્ય આયામ — જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત, આચ્છાદન અને વાવેતર પદ્ધતિ — અંગે સમજણ આપી. એમણે જણાવ્યું કે આ પદ્ધતિ જમીનની સજીવતા જાળવે છે, 15 ફૂટ સુધી અળસિયાના વૃદ્ધિને પ્રોત્સાહિત કરે છે, અને જમીનને ફળદ્રુપ તથા પોચી રાખે છે. રાસાયણિક ખાતર અને દવાઓથી જમીન ઝેરી બની બંજર થાય છે અને માનવ આરોગ્ય માટે ખતરનાક રોગોનું કારણ બને છે, જ્યારે પ્રાકૃતિક ખેતી જમીન અને માનવ જીવન બંનેને ઝેરમુક્ત બનાવે છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ગણપત યુનિવર્સિટી દ્વારા 54 ખેડૂતોને સજીવ ખેતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. આ અવસરે ડૉ. બી.કે. પટેલ, ડૉ. આર.એ. પટેલ અને રોશનીબેન, રવિ એ કાછડીયા ખેડૂતોને પ્રાકૃતિક ખેતીના ફાયદા અને અમલીકરણની રીતો અંગે વિગતવાર સમજણ આપી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR

 rajesh pande