જામનગરમાં એસ.ટી.ડિવિઝનના મુખ્ય માર્ગે ભારે વાહનોના ખડકલા : નાના વાહનચાલકો હાડમારી
જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકથી એસ્સાર પેટ્રોલ નજીક આવેલા બ્રીજ સુધી રોડની બંને બાજુએ આડેધડ ભારેખમ જેમાં ટ્રક, પ્રાઇવેટ બસ જેવા વાહનો પાર્કિંગ થયા પછી રસ્તા વચ્ચે થી નીકળતાં નાનાં-મોટાં વાહનો માટે ભારે પરેશાની ઊ
આડેધડ પાર્કિંગ


જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : જામનગર શહેરના કાલાવડ નાકા બહાર કલ્યાણ ચોકથી એસ્સાર પેટ્રોલ નજીક આવેલા બ્રીજ સુધી રોડની બંને બાજુએ આડેધડ ભારેખમ જેમાં ટ્રક, પ્રાઇવેટ બસ જેવા વાહનો પાર્કિંગ થયા પછી રસ્તા વચ્ચે થી નીકળતાં નાનાં-મોટાં વાહનો માટે ભારે પરેશાની ઊભી થઇ રહી છે.

છેલ્લા કેટલાક સમયથી રોડની બંને સાઇડમાં લાંબી-લાંબી લાઇનો સાથે મોટા વાહનો અડચણરૂપ બની ઊભાં રહે છે. જેને લીધે બંને બાજુએ પાર્કિંગ થયેલાં વાહનો વચ્ચે ના રોડ પર થી પસાર થતા અનેક નાના-મોટાં વાહનોને અવર-જવર માટે મોટી અસર થાય છે. ખાસ કરીને રાત્રી ના ભાગે મીની ટેમ્પો, ટ્રક અને બસ જેવા વાહનો નો ખડકલો યમદૂત સમાન બની શકે છે.

સ્થાનિક રહેવાસીઓ દ્વારા જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક સમયથી મુખ્ય રોડ ની બંને બાજુ મોટા વાહન પાર્કિંગ ના લીધે અવાર-નવાર અકસ્માત સર્જાતા હોય છે અને ટ્રાફિક પણ જામ ની સમસ્યા વારંવાર થાય છે. ઉલ્લેખનીય છે કે, કાલાવડ નાકા થી એસાર પેટ્રોલ પંપ નજીક આવેલ બ્રીજ સુધી રોડ પર છેલ્લા 3 માસમાં 15 થી વધુ અકસ્માતના બનાવ બન્યા છે. આવી ઘટના ભવિષ્યકાળમાં પણ નોતરશે, અકસ્માતને આમંત્રણ આપશે, કે પછી તંત્ર કડક કાર્યવાહી કરશે તે આગામી સમય જ બતાવશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt


 rajesh pande