વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળમાં, નંદ મહોત્સવનું આયોજન
ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.) વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની વધામણી રૂપે નંદ મહોત્સવનું ધામધૂમથી આયોજન કરાયું હતું આ મહોત્સવમાં પ્રાર્થના આરતી ભગવાન કૃષ્ણ પરમાત્માની શીશુ લીલા, નંદ મહોત્સવ અને કીર્તન ગાન સાથે ગુરુકુળ પરિવારના વિદ
વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળમાં, નંદ મહોત્સવનું આયોજન


ગીર સોમનાથ 11 ઓગસ્ટ (હિ.સ.) વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળમાં શ્રીકૃષ્ણ જન્મોત્સવની વધામણી રૂપે નંદ મહોત્સવનું ધામધૂમથી આયોજન કરાયું હતું આ મહોત્સવમાં પ્રાર્થના આરતી ભગવાન કૃષ્ણ પરમાત્માની શીશુ લીલા, નંદ મહોત્સવ અને કીર્તન ગાન સાથે ગુરુકુળ પરિવારના વિદ્યાર્થીઓ સ્ટાફગણ અને વાલીગણ દ્વારા રસોત્સવનું યોજી લાલાના વધામણા કરવામાં આવ્યા હતા. બાલકૃષ્ણ અને વાસુદેવની પ્રતિકૃતિ અદભુત રીતે રજૂ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મહંત સ્વામી, શાસ્ત્રીજી આનંદ સ્વરૂપદાસજી તથા પૂજ્ય મુકુંદ સ્વામી તથા પૂજ્ય જયસ્વરુપ સ્વામી, સંચાલક જીતુભાઈ ડોબરીયા, આચાર્ય સરવૈયાભાઈ, અશ્વિનભાઈ દોશી, સાવલિયા ભાઈ સહીત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande