લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જન્મદિવસની ઉજવણી કરી
સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.)-લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જનસેવા એજ પ્રભુ સેવાના ભાવ સાથે દિવ્યાંગોને ઈ-સાયકલ, વોકર, નાના બાળકોને રમકડા, ફૂટબોલ, જમવાની થાળી અને ગ્લાસ, ટી.બી.ના 100 થી વધુ દર્દીઓને છ માસ ચાલે તેટલી અનાજ અને ન્યુટ્રીશન કીટ્સ, બાળકોના
Surat


Surat


સુરત, 11 ઓગસ્ટ (હિ.સ.)-લિંબાયતના ધારાસભ્ય સંગીતાબેન પાટીલે જનસેવા એજ પ્રભુ સેવાના ભાવ સાથે દિવ્યાંગોને ઈ-સાયકલ, વોકર, નાના બાળકોને રમકડા, ફૂટબોલ, જમવાની થાળી અને ગ્લાસ, ટી.બી.ના 100 થી વધુ દર્દીઓને છ માસ ચાલે તેટલી અનાજ અને ન્યુટ્રીશન કીટ્સ, બાળકોના વોર્ડમાં 100 થાળી, વાટકા અને ગ્લાસનો સેટ અર્પણ કરીને પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી હતી. તેઓ 54 જરૂરિયાતમંદ બાળકોને લિંબાયતના નીલગિરી ગ્રાઉન્ડ ખાતે સાયકલની ભેટ આપશે.

આ પ્રસંગે સંગીતાબેન પાટીલે જણાવ્યું હતું કે, દેશને ટી.બી. મુક્ત બનાવવાના વડાપ્રધાનના સ્વપ્નને સાકાર કરવામાં યોગદાન આપવાના હેતુ સાથે ટી.બી.ના દર્દીઓને પોષક આહારની ભેટ આપી છે. દિવ્યાંગજનો, દર્દીઓના ચહેરા પરની ખુશી એ ખરા અર્થમાં જન્મ દિવસની મોટી ભેટ છે. જન્મદિનની ઉજવણી દર્દી, દિવ્યાંગો સાથે કરતા તેમના ચહેરા પર અનોખી ખુશી છલકાતી હતી.

ટીબી વિભાગના વડા ડો.પારૂલ વડગામાએ જણાવ્યું હતું કે, સૌપ્રથમવખત એક સાથે ટી.બી.ના ૧૦૦ થી વધુ દર્દીઓને છ માસ ચાલે તેટલી અનાજની કીટ આપવામાં આવી છે. સંગીતાબેન દર વર્ષે નવી સિવિલમાં પહોંચી સેવાભાવ સાથે જન્મદિનની ઉજવણી કરે છે.

નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગજનો અને દર્દીઓ સાથે જન્મદિનની ઉજવણી કરી ધારાસભ્ય સંગીતાબેને જન્મદિનને સાર્થક કર્યો છે. ગરીબો, વંચિતો, પીડિતો માટે તેઓ હરહંમેશ ઉપયોગી બન્યા છે. શહેરમાં વિવિધ સ્થળે રક્તદાન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, મેડિકલ કેમ્પ યોજીને લોકોને મદદરૂપ થાય છે એમ જણાવી તેઓને જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે તબીબી અધીક્ષક ડો.ધારિત્રીબેન પરમાર, ટીબી વિભાગના વડા ડો.પારૂલ વડગામા, નર્સિંગ કાઉન્સિલના ઇકબાલ કડીવાલા, આરએમઓ ડો. કેતન નાયક, સુપ્રિન્ટેન્ડન્ટ સર્વ જિગીષા માળી, નિરજા પટેલ, સ્ટેફી ક્રિશ્ચિયન, નર્સિંગ એસો.ના અશ્વિન પંડ્યા, જગદીશ બુહા, બિપીન મેકવાન, અગ્રણીઓ, પરિવારજનો, તબીબો અને નર્સિંગ સ્ટાફ, દર્દીઓ, દિવ્યાંગજનો જન્મદિવસની ઉજવણીમાં સહભાગી બન્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande