ધરમપુરના બારોલીયા ગામમાં પ્રાકૃતિક ખેતી તાલીમ કાર્યક્રમ યોજાયો
વલસાડ, 11 ઓગસ્ટ (હિ.સ.)- વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલીયા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન ઈશ્વરભાઈ અને કૃષિ સખી તેજલબેન દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્
Surat


વલસાડ, 11 ઓગસ્ટ (હિ.સ.)- વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બારોલીયા ગામમાં પ્રાકૃતિક ખેતીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં કોમ્યુનિટી રિસોર્સ પર્સન ઈશ્વરભાઈ અને કૃષિ સખી તેજલબેન દ્વારા પ્રાકૃતિક ખેતીની માહિતી આપવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, જીવામૃત અને ઘનજીવામૃતના ઉપયોગ કરવાથી જમીન ફળદ્રુપતા વધારા માટે તેમજ પાકમાં આવતા જીવાત નિયંત્રણ માટે પ્રાકૃતિક અર્ક જેવા કે, નિમાસ્ત્ર, અગ્નિઅસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને દશપર્ણી અર્ક ખૂબ જ ઉપયોગી છે. વધુમાં તેમણે ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નોના જવાબ પણ આપ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande