જામનગર, 11 ઓગસ્ટ (હિ.સ.) : રાજ્ય જ નહીં પણ દેશભરના ક્ષત્રિય સમાજ માટે દાખલારૂપ એવા આશરે આવેલાના રક્ષણના ધર્મ કાજે મોગલોને ભારે પડનાર નવાનગર (જામનગર) રાજ્યના યુધ્ધના ઈતિહાસને સાંચવીને ઉભેલા સ્મારકોની અણદેખી થઈ રહી હોવાની ફરિયાદ સાથે રાજ્ય સરકાર દ્વારા આ સ્મારકનો જિર્ણોધ્ધાર કરાવવામાં આવે. તેવી માંગણી સૌરાષ્ટ્ર કલ્ચરલ એન્ડ હેરિટેજ કેર ટ્રસ્ટ દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને કરવામાં આવેલી રજુઆતમાં કરવામાં આવી છે.
ક્ષત્રિય આગેવાન અને સંસ્થાના પ્રમુખ ભુપતસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવેલી રજુઆતમાં જણાવવામાં આવ્યું છે કે, જામનગર જિલ્લાના ધ્રોલ ગામ નજીકના ભુચરમોરી મેદાન ખાતે લડાયેલા ઐતિહાસિક મહાયુધ્ધનું સ્મારક જામ વિભાજી (બીજા) દ્વારા સવા સો વર્ષ પહેલા બંધાવવામાં આવ્યું હતું. જેમાં યુધ્ધમાં વીરગતિ ચામેલા વીર પુરુષોના પાળીયાઓ તથા આ મહાયુધ્ધનો ચિતાર રજુ કરતો. પ્રાચિન શિલાલેખ પણ મોજુદ છે.
આ શિલાલેખમાં સ્મારકના જિર્ણોધ્ધારનો ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. આ સ્મારક હાલ પુરાતત્વ ખાતા હસ્તકની રક્ષિત ઈમારત તરીકે ઉભું છે. હવે આ શુધ્ધ સ્મારકનું બાંધકામ જર્જરિત અને નબળું પડતું જાય છે. તેથી ગુજરાત સરકાર તરીફથી આ પ્રાચિન યુધ્ધ સ્મારક અને તેની સાથે જોડાયેલી ધાર્મિક જગ્યાઓ સહિતના બાંધકામોનો જિર્ણોધ્ધાર કરવાની ખાસ જરુર છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Dhaval Nilesh bhai bhatt