સરદાર પટેલ યુથ ફાઉન્ડેશનમા નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી
પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.): પાટણમાં સરદાર પટેલ યુથ ફાઉન્ડેશનની સામાન્ય સભા જુના સર્કીટ હાઉસ ખાતે યોજાઈ, જેમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી અને સરદાર પટેલની 150મી જન્મજયંતી ઉજવણીની રૂપરેખા રજૂ થઈ. નવા પ્રમુખ તરીકે ગણપતલાલ આઈ. પટેલ, મંત્રી તરીકે યો
સરદાર પટેલ યુથ ફાઉન્ડેશનમા નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી અને સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીની રૂપરેખા રજૂ થઈ.


સરદાર પટેલ યુથ ફાઉન્ડેશનમા નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી અને સરદાર પટેલની 150મી જન્મજયંતીની ઉજવણીની રૂપરેખા રજૂ થઈ.


પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.): પાટણમાં સરદાર પટેલ યુથ ફાઉન્ડેશનની સામાન્ય સભા જુના સર્કીટ હાઉસ ખાતે યોજાઈ, જેમાં નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી અને સરદાર પટેલની 150મી જન્મજયંતી ઉજવણીની રૂપરેખા રજૂ થઈ.

નવા પ્રમુખ તરીકે ગણપતલાલ આઈ. પટેલ, મંત્રી તરીકે યોગેશકુમાર એમ. પટેલ, ઉપપ્રમુખ તરીકે નિલેશકુમાર જી. પટેલ અને પિંકલકુમાર જે. પટેલ, સહમંત્રી તરીકે ભાવિનકુમાર એમ. પટેલ અને ભરતભાઈ એસ. પટેલ, ખજાનચી તરીકે દિલીપભાઈ એસ. પટેલ તેમજ સંગઠન મંત્રી તરીકે ભરતભાઈ પટેલ અને દિક્ષિતભાઈ પટેલની સર્વાનુમતે પસંદગી થઈ.

વર્ષ 2024-25ને સરદાર પટેલની 150મી જન્મજયંતી તરીકે ઉજવવા માટે ફાઉન્ડેશન દ્વારા વહીવટી તંત્ર, પાલિકા, સામાજિક સંસ્થાઓ અને શાળાઓના સહયોગથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેની વિગતો સમયાંતરે જાહેર થશે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande