હારીજમા વેપારીના બેંક એકાઉન્ટમાંથી ₹18,497ની ઓનલાઇન છેતરપિંડી
પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.): હારીજના 54 વર્ષીય વેપારી જગદીશભાઈ હરજીભાઈ પરમારના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સે Amazon મારફતે ઓનલાઇન ખરીદીના બહાને કુલ ₹18,497 ઉપાડી લીધા. આ છેતરપિંડી 15 માર્ચ 2025ના રોજ ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવ
હારીજ વેપારીના બેંક એકાઉન્ટમાંથી ₹18,497ની ઓનલાઇન છેતરપિંડી


પાટણ, 11 ઓગસ્ટ (હિ.સ.): હારીજના 54 વર્ષીય વેપારી જગદીશભાઈ હરજીભાઈ પરમારના બેંક ઓફ બરોડાના એકાઉન્ટમાંથી અજાણ્યા શખ્સે Amazon મારફતે ઓનલાઇન ખરીદીના બહાને કુલ ₹18,497 ઉપાડી લીધા. આ છેતરપિંડી 15 માર્ચ 2025ના રોજ ચાર અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા કરવામાં આવી હતી. ફરિયાદ મુજબ, સાંજે 8:01 વાગ્યે ₹4,999, 8:20 વાગ્યે ₹4,999, રાત્રે 10:21 વાગ્યે ₹4,999 અને 10:21:52 વાગ્યે ₹3,500 ઉપાડવામાં આવ્યા હતા. સોમનાથ નગર-2, હારીજ, પાટણ જિલ્લાના રહેવાસી જગદીશભાઈએ આ અંગે હારીજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

પોલીસે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000ની કલમ 43 અને 66 હેઠળ ગુનો નોંધ્યો છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. નાગરિકોને ઓનલાઇન ફ્રોડ સામે સાવચેત રહેવા તથા બેંક એકાઉન્ટની વિગતો કોઈને ન આપવા સૂચના આપવામાં આવી છે.

હિન્દુસ્થાન સમાચાર / પરમાર હાર્દિકકુમાર


 rajesh pande