ગામડાના ગુનાઓ પર નિયંત્રણ માટે પોલીસ–અગ્રણી જોડાણ મજબૂત: દરેક પોલીસ સ્ટેશન દીઠ વોટ્સએપ ગ્રુપ બનશે
વડોદરા, 11 ઓગસ્ટ (હિ.સ.)-ગામડામાં ગુનાઓને અટકાવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આજે પોલીસ કમિશનરે 20 ગામોના સરપંચો સાથે બેઠક યોજી. આ બેઠકમાં ગ્રામ્ય સ્તરના આશરે 100 અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સાયબર સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં
ગામડાના ગુનાઓ પર નિયંત્રણ માટે પોલીસ–અગ્રણી જોડાણ મજબૂત: દરેક પોલીસ સ્ટેશન દીઠ વોટ્સએપ ગ્રુપ બનશે


વડોદરા, 11 ઓગસ્ટ (હિ.સ.)-ગામડામાં ગુનાઓને અટકાવવા અને કાયદો-વ્યવસ્થા મજબૂત બનાવવા માટે આજે પોલીસ કમિશનરે 20 ગામોના સરપંચો સાથે બેઠક યોજી. આ બેઠકમાં ગ્રામ્ય સ્તરના આશરે 100 અગ્રણીઓ હાજર રહ્યા હતા. બેઠક દરમિયાન સાયબર સુરક્ષા અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી. પોલીસ કમિશનરે સૂચના આપી કે દરેક પોલીસ સ્ટેશન સ્તરે એક વોટ્સએપ ગ્રુપ બનાવવામાં આવશે, જેમાં સરપંચો અને પોલીસ અધિકારીઓ જોડાશે, જેથી સતત સંપર્કમાં રહી તાત્કાલિક કાર્યવાહી શક્ય બને.

આ સાથે ગામોમાં રહેતા પરપ્રાંતિયોના રજિસ્ટ્રેશન, હાઇવે પરના ગેરકાયદેસર દબાણો દૂર કરવાના મુદ્દાઓ, તેમજ હાઇવે સમારકામ દરમિયાન થતા ટ્રાફિક જામના નિવારણ માટે DCP, ACP અને PIને સ્થળ પર જઈ યોગ્ય એક્શન પ્લાન બનાવવા સૂચના આપવામાં આવી. વધુમાં હેલમેટ, સીટ બેલ્ટનો ઉપયોગ અને રોંગ સાઇડ વાહન ચલાવવાની સામે જાગૃતિ લાવવા ગામના અગ્રણીઓને સક્રિય ભાગ ભજવવા અપીલ કરવામાં આવી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande